ખેડા : અમદવાદ ઇન્દોર હાઇવે પર અકસ્માત થતાં ત્રણ લોકોના મોત થયા છે. લાડવેલ પાટિયા નજીક મોડી રાત્રે અકસ્માત થયો હતો. દાહોદથી અમદાવાદ તરફ જતા બાઈકને અકસ્માત નડ્યો હતો. બાઈક રોડના ડીવાઇડર સાથે અથડાતા અકસ્માત થયો હતો. બાઈક પર ચાર લોકો સવાર હતા. બાઈક અથડાતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. 


અન્ય એકને નાની મોટી ઈજાઓ પહોંચતા કઠલાલ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાઈક સવાર ઝાલોદ તાલુકાના ચીતોરડીયાના હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. 


Surat Crime : સ્પામાં પોલીસે અચાનક પાડી રેડ,  લલના અને ગ્રાહક કઢંગી હાલતમાં ઝડપાયા


સુરતઃ શહેરના રિંગ રોડ પર આવેલા સ્પામાં પોલીસે રેડ પાડતાં સાત લલના, સંચાલક અને ગ્રાહક મળી નવ લોકો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ગ્રાહક અને એક લલના તો રૂમમાંથી કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. સ્પાની આડમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ થતાં સાત લલના, સંચાલક સહિત નવ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


આ અંગેની વિગતો એવી છે કે, શહેરના રિંગ રોડ પર આવેલા ન્યુ સ્પા ઇન્ડિયા સ્પાની આડમાં પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ધમધમી રહ્યું હતું. સુરત પોલીસ કંટ્રોલને આ અંગે મેસેજ મળતા અઠવાલાઇન્સ પોલીસે સ્પામાં દરોડા પાડ્યા હતા. જ્યાં સ્પા  સંચાલક અર્જૂન લક્ષ્મણભાઈ શર્મા (ઉ.વ 19 રહે. ખોડીયારનગર, ભટાર)ની અટક કરી સર્ચ કરવામાં આવ્યું હતું. 


સર્ચમાં દુકાનોમાં અલગ અલગ રૂમ બનાવેલા હતા. જ્યાં તપાસ કરતાં એક રૂમમાંથી ગ્રાહક અને એક લલના કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. અન્ય રૂમમાં તપાસ કરતાં અલગ અલગ રાજ્યોની કુલ 7 લલના મળી આવી હતી. તપાસ દરમિયાન પોલીસને રોકડ તેમજ કોન્ડમના પેકેટ પણ મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી તમામની ધરપકડ કરી લીધી છે. 


Gujarat : કોંગ્રેસે ગુજરાતના 91 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવાની કરી દિવાળી પહેલા વળતર ચૂકવવા માંગ


અમદાવાદઃ ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી ગુજરાતમાં 91 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી છે. એટલું જ નહીં, દિવાળી પહેલા પાક નુકસાનીનું વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે. સર્વે અને સહાયના નાટક બંધ કરી ખેડૂતોને કાયદા મુજબ હક્ક આપવા માંગ કરી છે. 


2016ના કેન્દ્ર સરકારના અછતગ્રસ્ત મેન્યુઅલનું પાલન કરવા પત્રમાં માંગ કરવામાં આવી છે. 2016ના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ પ્લસ માઇન્સ 20% વરસાદ સામાન્ય સ્થિતિ ગણાય છે. 2016ના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ પ્લસ માઇન્સ 40% વરસાદ ગંભીર સ્થિતિ ગણાય છે. 2016ના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ પ્લસ માઇન્સ 60% વરસાદ અતિ ગંભીર સ્થિતિ ગણાય છે. 160% થી વધારે વરસાદ નોંધાય તો તો સર્વે કર્યા વગર જ લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ.


160% થી 291% વરસાદ નોંધાયો હોય એવા 21 તાલુકાઓ છે જે અતિ ગંભીર સ્થિતિથી પણ ઉપર છે. 120% થી 139% સુધી વરસાદ નોંધાયો હોય, ગંભીર સ્થિતિમાં આવતા હોય એવા 32 તાલુકાઓ છે. 140% થી 159% સુધી વરસાદ નોંધાયો હોય, અતિ ગંભીર સ્થિતિમાં આવતા હોય એવા 38 તાલુકાઓ છે. સરકારે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ સબબ સર્વે કરાવ્યો પણ રાતી પાઇ પણ આપી નથી. સરકાર તાત્કાલિક લિલો દુષ્કાળ જાહેર કરે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે. પાક નુકશાની વળતર દિવાળી પહેલા તાત્કાલિક ચૂકવવમાં આવે તેવી પણ પત્રમાં માંગ કરવામાં આવી.