Kheda News: રાજ્યમાં અત્યારે વરસાદ ખાબકી રહ્યો છે, અને આ કારણે રાજ્યમાં મોટાભાગના રસ્તાંઓ તુટી ગયા છે. આ કારણે લોકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ધંધોડી ગામનો છે. અહીં ધંધોડી ગામમાં લોકો કાદવ-કીચડવાળા માર્ગ પરથી અંતિમયાત્રા લઈને જવા મજબૂર બની રહ્યાં છે. ધંધોડી ગામેથી રુદણ જતો ટીમલી વિસ્તારનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી ચોમાસામાં સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. સ્માશાનયાત્રા લઇને નીકળી રહેલા લાચાર સ્થિતિમાં જોવા મળી રહ્યાં છે. ખાસ વાત છે કે, રસ્તાની ખરાબ સ્થિતિ જોઇને તાત્કાલિક સારવાર માટે 108 પણ નથી આવી રહી.
તુટેલા અને બિસ્માર રસ્તાં મામલે મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા વિરુદ્ધ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય લોકોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ નિવડ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અવર- જવર માટે પાકો રસ્તો બનાવી આપવા માટે સ્થાનિકોએ માગ કરી છે. અનેકવાર તંત્ર અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય જ મળી રહ્યું છે. લોકોમાં આક્રોશ છે કે જો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવશે.
આ પણ વાંચો
ન્યૂઝ ચેનલો માટે કેન્દ્ર સરકારની એડવાઇઝરી, કુદરતી આફતો અને દુર્ઘટનાઓના દ્રશ્યો પર સમય અને તારીખ લખો
Manu Bhaker-Neeraj Chopra: નીરજ ચોપડા અને મનુ ભાકરના લગ્ન ફિક્સ ? શૂટરના પિતાએ કરી સ્પષ્ટતા