Sardar Sarovar Dam: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. મોટા ભાગના જળાશયો અને નદી-નાળા છલકાઇ ગયા છે. ગુજરાત માટે મહત્વના એવા સરદાર સરોવર નર્મદા ડેમની(Narmada Dam)જળસપાટીમાં વધારો થતાં હવે વધારાના પાણીને ઉત્તર ગુજરાતમાં નર્મદાની મેઇન કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. 


અત્યારે નર્મદા ડેમની જળસપાટી ઉચ્ચ સપાટી પર પહોંચી છે, જેના કારણે સરદાર સરોવર ડેમનું વધારાનું પાણી ઉત્તર ગુજરાતમાં પહોંચાડાશે. ડેમના પાણીથી ભરાશે ઉત્તર ગુજરાતના 952 તળાવોને ભરવામાં આવશે. ચાર જિલ્લામાં તળાવોમાં 13 પાઈપ લાઈનથી આ પાણીને પહોંચાડવામાં આવશે. પહેલા એક હજાર, બાદમાં ક્રમશઃ 2400 ક્યૂસેક પાણી પહોંચાડાશે. ગઇકાલે નર્મદા ડેમમાં જળસપાટી વધીને 135.61 મીટરથી ઉપર પહોંચી હતી. જેના કારણે 9 ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યુ હતુ. આજુબાજુના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ હતુ. 


ઉલ્લેખનીય છે કે, ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી પાણીની ભરપૂર આવક થઇ રહી છે, ડેમનું પાણી છોડાતા હાલમાં નર્મદા નદીની જળસપાટી પણ સતત વધી રહી છે. ભરૂચના ગૉલ્ડન બ્રિજ પર નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગૉલ્ડન બ્રિજ પર નર્મદા નદીનું જળસ્તર 12.75 ફૂટથી ઉપર પહોંચ્યુ છે. 


ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકવાથી નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. અત્યારે સરદાર સરોવર ડેમની જળસપાટી 135.61 મીટર સુધી પહોંચી છે, અને ડેમના 9 દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે. હાલ ઉપરવાસમાંથી 2.73 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમ અત્યારે 90 ટકા ભરાઇ ગયો છે, આગામી બે દિવસમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઇ જાય તેવી શક્યતા છે. હાલમાં ડેમમાંથી ડેમમાંથી 1 લાખ 51 હજાર 976 ક્યૂસેક પાણી છોડાયુ છે. સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાતનો સૌથી મોટો ડેમ છે.   


આ પણ વાંચો


Aravalli: અરવલ્લીમાંથી પકડાયેલા બાંગ્લાદેશી યુવક અંગે મોટો ઘટસ્ફોટ, દુબઇમાં બે સંતાનોની માતા સાથે પરણ્યો, વિઝા નથી છતાં.....


ન્યૂઝ ચેનલો માટે કેન્દ્ર સરકારની એડવાઇઝરી, કુદરતી આફતો અને દુર્ઘટનાઓના દ્રશ્યો પર સમય અને તારીખ લખો