Kheda News : ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવેને એક્સપ્રેસ હાઈવે સુધી જોડતો આશરે 6 કિલોમીટર લાંબો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો રીંગરોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે, જેને કારણે વાહનચાલકોને તકલીફ પડી રહી છે.
સ્વાભાવિક રીતે શહેરની આજુબાજુ બનાવેલો રીંગરોડ ક્યાંક ને ક્યાંક સિટીમાં મોટા મોટા વાહનો ન પ્રવેશે, સાથે સાથે જે વાહનચાલકોને સિટીમાં કામ ન હોય અને ભારે ટ્રાફિકનો સામનો ન કરવો પડે તે માટે લોકો રીંગરોડનો ઉપયોગ કરતા હોય છે.
એ જ રીતે નડિયાદ શહેરની બાજુમાં બનાવવામાં આવેલ રિંગરોડ જે ખૂબ બિસ્માર હાલતમાં છે. આશરે છ કિલોમીટર લાંબા આ રીંગ રોડમાં મોટા મોટા ખાડા પડી ગયા છે, જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
માત્ર એક જ વરસાદમાં આ રોડે પોતાની ગુણવત્તા બતાવી દીધી અને રોડ ઉપરના ખાડા એ પોતાના મોઢા ખોલી નાખ્યા છે. જેને લઇ વાહનચાલકોના વાહનમાં નુકસાન સાથે સાથે ધૂળની ડમરીઓ ઉડતા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચી રહ્યું છે.
અહીંથી પસાર થતા વાહનોચાલકોને ખાડા સંભાળીને વાહન ચલાવવાની જગ્યાએ રોડ શોધીને વાહન ચલાવવું પડે તેવી પરિસ્થિતિ છે. ત્યારે એબીપી અસ્મિતાના માધ્યમથી લોકો તંત્રને સીધો સવાલ પૂછી રહ્યા છે કે આ ખાડા ક્યારે પૂરાશે ?
સગીર વિદ્યાર્થીની પર અનેક વાર દુષ્કર્મ કરનાર શિક્ષકને 20 વર્ષની સજા અને 6.30 લાખનો દંડ
ખેડાના જિલ્લાના કપડવંજમાં સગીર વિદ્યાર્થીની પર અનેક વાર બળાત્કાર કરનાર શિક્ષકને કોર્ટે આકરી સજા ફટકારી છે. નડીયાદ પોક્સો કોર્ટે આ હવસખોર શિક્ષકને 20 વર્ષની સજા અને 6.30 લાખનો દંડ ફટકાર્યો છે.
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામના શિક્ષક મહેશ પટેલે સગીર વિદ્યાર્થિનીને કારમાં બેસાડી ખેતરમાં લઈ જઇ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આ હવસખોર શિક્ષકે ભોગ બનનાર વિદ્યાર્થિનીને ધમકી પણ આપી હતી કે કોઈને કહીશ તો તેને મારી નાખશે.
આ કેસમાં નડીયાદ પોક્સો કોર્ટે 35 જેટલા દસ્તાવેજી તેમજ 12 મૌખિક પુરાવાને ધ્યાને લઈ દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે.
આ પણ વાંચો :
AHMEDABAD : કોરોનાકાળમાં બંધ કરવામાં આવેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના હજી પણ બંધ"