મહેસાણા: આજે ઉંઝા ખાતે કડવા અને લેઉવા પટેલ સમાજ વચ્ચે બેઠકની શરૂઆત થઈ છે. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. પાટીદાર સમાજના આગેવાનો સિવાય રાજકિય નેતાઓ પણ આ બેઠકમાં હાજર છે. આ બેઠકમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું, આજે પ્રથમવાર માં ઉમિયાના દર્શનનો લહાવો મળ્યો છે. એક ધન્યતાની અનુભતી કરી છે તેને શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. કડવા પાટીદાર સમાજને તેમના કાર્યમાટે લાખ લાખ વંદન કરું છું. જીડીપી વધારી શકે તેવી શક્તિ પાટીદાર સમાજમાં છે. ઉદ્યોગથી લઈ તમામ ક્ષેત્રમાં પાટીદાર ભાઈઓ છે. મહદઅંશે આપણે સંગઠિત થયા છીએ.

તેમણે એમ પણ કહ્યું કે, હજુ કોઈક વસ્તુની ઉણપ છે. ઘણા સમાજના લોકો ટાંટીયા ખેંચે છે. રાજકારણમાં આપણી નોંધ નથી લેવાતી તે બાબતે ચિંતા કરવાની જરૂર છે. અધિકારી સ્તરે પણ આપણી નોંધ નથી લેવાતી.



બેઠકમાં હાજર જયંત બોસ્કિએ સમાજના યુવા નેતાઓને તક આપવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો સમાજના યુવાનો પાર્ટી થકી આગળ આવવા માંગતા હશે તો અત્યારે જે પરિસ્થિતિ છે, બરોજગારીની તેમાં યુવાનોને સાથે રાખી રોજગારી પર ધ્યાન આપી આગળ વધીશું. મિટિંગમાં એનસીપી પાર્ટીના નેતા હાજર રહેતા રાજકીય રંગ જામ્યો છે.