રાજકોટઃ આવતીકાલે ખોડલધામનો પાટોત્સવ યોજાશે. લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું ધામ એવા ખોડલધામ મંદિરમાં ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાને આવતીકાલે 21 જાન્યુઆરી 2022માં પાંચ વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે આવતીકાલે ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલી યોજાશે. આવતીકાલે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થશે. આ નિમિત્તે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
જો કે કોરોના મહામારીને કારણે પાટોત્સવ વર્ચ્યુઅલી યોજાશે. દેશ વિદેશના લેઉવા પાટીદાર સમાજના લોકો વિવિધ માધ્યમોથી વર્ચ્યુઅલ જોડાશે. રાજ્યના અનેક શહેરમાં 10 હજારથી વધારે LED સ્ક્રિન મુકીને આ મહોત્સવના સાક્ષી બનશે. એટલુ જ નહીં, લોકો સરળતાથી આ મહોત્સવને નિહાળી શકે તે માટે ખોડલધામ ટ્રસ્ટના સોશિયલ મિડીયા પ્લેટફોર્મમાં પણ લાઈવ પ્રસારણ કરાશે.
તો આવતીકાલે ખોડમધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ પાટોત્સવના કાર્યક્રમ સમયે પાટીદારોને સંબોધિત પણ કરશે જેના પર તમામ રાજકીય પક્ષ અને પાટીદાર સમાજની નજર રહેશે.
આ તરફ ગોંડલમાં પાટોત્સવની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. મહિલાઓએ 9 લાખ મમરાનો હાર તૈયાર કર્યો છે. 9 મીટર લાંબા આ હારમાં 9 લાખ મમરાના દાણાનો ઉપયોગ કરાયો છે. દરેક મમરાના દાણા પર એકતા શક્તિ જેવા શબ્દોનું લખાણ લખવામાં આવ્યું છે.
Aadhaar Card: આધાર કાર્ડમાં આવેલો ફોટો નથી ગમતો ? આ Tips અપનાવીને લગાવો મનપસંદ ફોટો
ICC Men's Test team 2021: ICCની 2021ની Test ટીમમાં ભારતના કયા ત્રણ ઘાતક ખેલાડીઓને મળ્યું સ્થાન ?