ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને 88928 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરને 56,878 મત મળ્યા હતા. આમ, 32,050 મતથી ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. જોકે, ભાજપના કાર્યકરના નિધનના કારણે તેમણે ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો હતો અને તેઓ ભાવુક થઈ ગયા હતા. કિરીટસિંહ રાણાએ મતદારોનો આભાર માન્યો હતો.
અગાઉ ભવાન ભરવાડ સામે અગાઉ મળેલી હારનો જીત મેળવીને રેકોર્ડ તોડ્યો છે. કિરીટસિંહ રાણાને આ વખતે 55.91 ટકા મત મળ્યા છે. તેમણે ઉજવણી મુલતવી રાખી હતી, પરંતુ ભવ્ય જીત મળતા કિરીટસિંહ રાણાની આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા. કિરીટસિંહ રાણાએ જાહેરાત કરી હતી કે, જીત બાદ પણ તેઓ ઉજવણી નહી કરે જેનું કારણ બદ્રીનાથમાં અકસ્માતમાં ભાજપ નેતાનું અવસાન થયુ હતું.