Kisan Sangh Protest : ભારતીય કિસાન સંઘ દ્વારા ધારાસભ્યોનું સમર્થન માંગવામાં આવ્યું. ધારાસભ્ય નિવાસસ્થાન ખાતે જઈને સમર્થન માગવામાં આવ્યું. પોતાની માંગણીઓમાં ધારાસભ્યો સાથ આપે તે માટે સમર્થન માગવામાં આવ્યું. નોંધનીય છે કે, છેલ્લા ઘણા દિવસથી કિસાન સંઘ દ્વારા સમાન વીજ દર સહિતની માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે કિસાન સંઘ દ્વારા ધારાસભ્યોનું સમર્થન માંગવામાં આવ્યું છે. અગાઉ કિસાન સંઘના આગેવાનો દ્વારા સરકારે બનાવેલી કમિટીના સભ્યો એવા મંત્રીઓના નિવાસ્થાનને ઘેરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જોકે, ધારાસભ્યોનું સમર્થન માંગવા આવેલા કિસાન સંઘના આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી છે. 


વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે કિસાન સંઘના આગેવાનો ધારાસભ્યોને મળ્યા હતા અને વિધાનસભામાં તેમની માંગણી ઉઠાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યે પોઝિટીવ રિસ્પોન્સ આપ્યો હતો. 


Kutch: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ એકશન મોડમાં આવી રહ્યું છે. પીએમ મોદી, અમિત શાહે રાજ્યની મુલાકાતો વધારી છે. ગુજરાત ભાજપે પણ કાર્યકરોને ચૂંટણી કામમાં લગાડી દીધા છે. આ દરમિયાન કચ્છનાં માંડવી તાલુકાના લાયાજા ગામે ભાજપાની નામ પંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. તેના કારણે ભાજપના નેતાઓએ સ્થળ છોડીને જતાં રહેવું પડ્યું હતું.


કાર્યક્રમમાં હાજર રહેલા ખેડૂતોએ કહ્યું કે, વિરોધ જ્યાં સુધી ગાંધીનગર બેઠલા ખેડૂતોને સાંભળવામાં નહિ આવે ત્યાં સુધી ગુજરાતનાં દરેક ગામમાં આજ પ્રકારે ભાજપાનાં તાયફાનોબહિષ્કાર કરવામાં આવશે.


વીડિયોમાં કેટલાક લોકો એ હાલો ભાગો ભાગો... કહેતા સાંભળવા મળી રહ્યા છે. આ દરમિયાન સ્ટેજ પર હોબાળો કરતાં લોકોને શાંત રહેવા અપીલ પણ કરવામાં આવે છે તેમ છતાં કોઈ ફેર પડતો નથી. આ ઉપરાંત ખેડૂતો હોય તે જાય અને બાકીના લોકો બેસે તેમ પણ સાંભળવા મળે છે. 27 દિવસથી જે લોકો ઉપવાસ પર બેઠા છે તેને મળો એમ એક વ્યક્તિ કહે છે. જે બાદ તેમને ચાર વખત ભારતીય જનતા પાર્ટીની સરકારે મળવાની કોશિશ કરી હોવાનું કહેતા તે કોઈ મળવા નથી મળ્યા તેમ કહે છે. ભાજપના નેતા ભઈ વીડિયો શું કામ ઉતાર્યો તેમ કહેતા ત્યાં હાજર રહેલા લોકો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.