અમદાવાદ:  કિશન ભરવાડ હત્યા કેસમાં સંડોવાયેલા મૌલાના ઐયુબ જાવરાવાલાના 5 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મૌલાનાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. પોલીસે ઝડપેલ આરોપી મહંમદ ઐયુબ યુસુબભાઈ જાવરાવાલાને કોર્ટેમાં 14 દિવસના રીમાન્ડ માંગવામાં આવ્યા હતા. જોકે કોર્ટે 7 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.    ધંધૂકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી છે. આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને લઈ પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ આ ઘટનામાં ઉપયોગમાં લીધેલ પિસ્તોલ અને બાઈકને કબજામાં લઈ લીધું છે. પોલીસને આ વસ્તુઓ  ધંધૂકાની સર મુબારક દરગાહની પાછળ ખેતરમાંથી મળી આવી છે. પોલીસે આ મુદ્દામાસ કબ્જે કર્યા છે. બીજી તરફ આ સંપૂર્ણ મામલાની તપાસ હવે ATSને સોંપવામાં આવી છે.


ગુજરાત ATS તપાસ કરશે 


ધંધુકામાં ધાર્મિક પોસ્ટ પર ફાયરિંગ કરી કિશન ભરવાડની હત્યા મામલે ગુજરાત ATS ને સમગ્ર મામલે તપાસ સોપાઇ છે. સમગ્ર મામલાની હવે ATS તપાસ કરશે. ગૃહમંત્રીના આદેશ બાદ ATS ને તપાસ સોપાઈ છે.  આ કેસમાં આરોપીઓ કોની કોની સાથે સંપર્ક હતા, તે અંગે પણ તપાસ કરાશે. હાલ સુધીની તપાસમાં મૌલવી સહિત ત્રણ પકડાયા છે. 


હત્યા કેસમાં રાજકોટ કનેક્શન સામે આવ્યું


આ હત્યા કેસમાં રાજકોટ કનેક્શન સામે આવ્યું છે.  રાજકોટના એક વ્યક્તિએ હથિયાર પુરા પાડયા હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે રાજકોટમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. થોરડા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ હથિયાર આપ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયું. મૌલવી હથિયાર આપનાર વસીમ બચાને પણ ઝડપી લેવામાં આવ્યો છે અને તેને અમદાવાદ લાવવા પોલીસની ટીમ રવાના થઈ છે. 


અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસે 3 આરોપીને દબોચી લીધા છે. જેમાં અમદાવાદના એક મૌલવી અને ઈમ્તિયાઝ અને શબ્બીર નામનો આરોપીનો સમાવેશ થાય છે. બાઈક પર આવેલા વ્યક્તિ શબ્બિર અને ઈમ્તિયાઝ હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓને અમદાવાદના મૌલવીએ હથિયાર આપ્યા હતા. બંને આરોપીઓ ધંધૂકાના હોવાનો પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બંને આરોપીઓ દિલ્હીના મૌલાના સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા.



હત્યાનું ષડયંત્ર દિલ્હીના અને અમદાવાદના મૌલવીએ રચ્યૂ હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. કિશન ભરવાડ હત્યા કેસમાં બે મૌલવીની ભૂમિકા સામે આવી છે.