અમદાવાદ : મોડલ સ્ટેટ ગણાતા ગુજરાતમાંથી મોટા પાયે વિદ્યાર્થીઓ ભણીને સારી કરિયર બનાવવા વિદેશ જઈ રહ્યા છે. આમ પણ ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ છે તે વાત જગ જાહેર છે. ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. 1 જાન્યુઆરી 2016થી ફેબ્રુઆરી 2021 દરમિયાન ગુજરાતમાંથી 1,77,529 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા છે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 1,98,420 લોકો રોજગારી માટે વિદેશમાં સ્થાયી થયા છે.


આ અંગે તાજેતરમાં રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર ગુજરાતમાંથી 2016માં 24,775-2017માં 33,751-2018માં 41,413 જ્યારે 2019માં 48,051 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશમાં ગયા હતા.  જ્યારે 28 ફેબ્રુઆરી 2021 સુધીમાં 6383 વિદ્યાર્થીઓ વિદેશ ગયા છે.  28 ફેબ્રુઆરી સુધીમાં દરમિયાન ગુજરાતમાંથી 1,77,529 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા છે.


2016 કરતાં 2019માં વિદેશ જનારા વિદ્યાર્થીઓના પ્રમાણમાં લગભગ બમણો વધારો થયો હતો. જોકે, 2020ના વર્ષમાં કોરોનાને પગલે વિદેશ જનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટીને 23,156 થયું હતું. આ વર્ષે જાન્યુઆરી અને ફેબુ્રઆરી  એમ બે મહિનામાં 6,383 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા છે. આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વિદેશ જનારા વિદ્યાર્થીઓના પ્રમાણમાં 25% જેટલો વધારો થાય તેમ જાણકારોનું માનવું છે. સમગ્ર દેશમાંથી આ સમયગાળામાં કુલ 22.70 લાખ અભ્યાસ માટે વિદેશ ગયા છે. 


છેલ્લા પાંચ વર્ષમાં કેરળના સૌથી વધુ લોકો વિદેશમાં ગયા છે. કેરળના 19,35,625 લોકો અને તે પછી બીજા ક્રમે રહેલા તમિલનાડુના 13,11,798 લોકો વિદેશ ગયા હતા. બીજી તરફ 1 જાન્યુઆરી 2016થી 18 માર્ચ 2021 સુધી સમગ્ર રાજ્યમાંથી કુલ 1,98,2૪0 લોકો રોજગારી માટે વિદેશમાં સ્થાયી થયા છે. જોકે, આ સમયગાળામાં સમગ્ર દેશમાંથી સૌથી વધુ લોકો રોજગારી માટે વિદેશ ગયા હોય તેવા ટોચના 10 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થતો નથી.


Surat Corona Cases: સુરતમાં સતત બીજા દિવસે નોંધાયા 600થી વધુ કેસ, મેયર સહિત કયા કોર્પોરેટર્સ આવ્યા કોરોનાની ઝપેટમાં ?


રાશિફળ 28 માર્ચ: આજે થશે હોલિકા દહન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ