Biparjoy Cyclone:હવામાન નિષ્ણાત અંબાલાલે બિપરજોય વાવાઝોડા વિશે આગાહી કરતાં આ સાયક્લોનને અતિ ભીષણ ગણાવ્યું છે. વાવાઝોડાના પગલે અતિ ભારે વરસાદની પણ આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલે બિપરજોય વાવાઝોડા વિશે આગાહી કરતાં આ સાયક્લોનને અતિ ભીષણ ગણાવ્યું છે. વાવાઝોડાના પગલે અતિ ભારે વરસાદની પણ આગાહી કરી છે. અંબાલાલના મત મુજબ જે ગતિએ વાવાઝોડું આગળ વધી રહયું છે તે જોતા રાત્રે કચ્છમાં વાવાઝોડુ લેન્ડફોલ કરશે. વાવાઝોડું કચ્છમાં લેન્ડફોલ કરતા દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ નુકસાન કરી શકે છે. આ વિસ્તારમાં 12 બફર્સની માત્રામાં પવન ફૂંકાશે અને અતિથી અતિ ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે.
અંબાલાલના મત મુજબ એક હજાર માઇલના વિશાળ ક્ષેત્ર સુધી આ વાવાઝોડાની અસર જોવા મળશે. તેમજ હજુ પણ . હજુ પણ લો પ્રેશર બનશે અને તેની અસર કચ્છમાં વધુ જોવા મળશે. કંડડા, માંડવી, જખૌ.નખત્રાણા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડશે.
વાવાઝોડાની અસર કચ્છ સિવાય સૌરાષ્ટ્રના દરિયા કાંઠે અને ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળશે,. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે પણ વાવાઝોડાની ભારે અસર જોવા મળશે. વાવાઝોડાના પગલે અહીં વરસાદ પવન સાથે વરસાદ પડશે. જેમાં દિવ, દ્વારકા,ઓખા, જામનગર, મોરબી, પોરંબંદરનો સમાવેશ થાય છે. ઉતર ગુજરાતમાં બનાસકાઠા રાધનપુર, પાલનપુર, અરવલ્લીમાં પણ ભારે પવન સાથે વરસાદ પડશે. લેન્ડ ફોલ દરમિયાન પવનની ગતિ 140 પ્રતિ કિમી રહી શકે છે જેના પગલે મોટાપ્રમાણમાં વાવાઝાડોને કારણે તેજ હવાના લીઘે કાચા મકાન, વક્ષો અને વીજ પોલને નુકસાન થઇ શકે છે.
અમરેલીના જાફરાબાદના દરિયામાં ઉછળ્યા ઉંચા મોજા, 29 ગામોને કરાયા એલર્ટ
કચ્છઃ બિપરજોય વાવાઝોડુ આજે કચ્છના દરિયા કિનારા પર ટકરાશે. વાવાઝોડુ જખૌના દરિયાકાંઠેથી માત્ર 200 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી 220 કિ.મી, નલિયાથી 225 કિ.મી, પોરબંદરથી 290 કિ.મી દૂર છે. વાવાઝોડાની ઝડપ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની છે. વાવાઝોડાના સમયે 120થી 145 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડાને પગલે કચ્છ-સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં વાવાઝોડાનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યાથી વાવાઝોડાનું લેન્ડફોલ શરૂ થશે. વાવાઝોડું માંડવી અને કરાચીની વચ્ચે ટકરાવવાનો અંદાજ છે
કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડાની અસર થઇ ગઇ છે. દરિયામાં ભારે પવનના કારણે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. અમરેલી, જખૌ, માંડવી, દ્વારકા, ગીર સોમનાથના દરિયામા ઉંચા મોજા ઉછળી રહ્યો છે.અમરેલીમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જાફરાબાદના દરિયાકાંઠે ભારે પવન સાથે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જાફરાબાદ કાંઠા વિસ્તારના 29 ગામોને એલર્ટ કરાયા છે.