આ કેસની સુનાવણી દરમિયાન અરજદાર તરફથી એક સીનિયર એડવોકેટે હળવાશપૂર્ણ રજૂઆત કરતાં કહ્યું હતું કે, નામદાર હાઈકોર્ટ પોતાની બપોર બગાડીને અમારી રજૂઆત સાંભળે તો અમારી સાંજ સુધરી શકે તેમ છે. તેમણે ગુજરાતમાં દારૂબંધી હટાવી સામાન્ય લોકો માટે દારૂ પીવાની મંજૂરી આપવાની આ મેટર તાત્કાલિક સાંભળવા અરજદાર તરફથી રજૂઆત કરાઈ હતી.
આ રજૂઆત અંગે રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે આ કેસ લાંબો ચાલસે અને સરકાર પણ અન્ય મહત્વના કેસોની સુનાવણીમાં રોકાયેલી હોવાથી કોર્ટ તરફથી દસ-પંદર દિવસનો સમય આપવામાં આવે. હાઈકોર્ટે કેસની સુનાવણી 1 માર્ચના રોજ નિયત કરી છે.