અમદાવાદઃ ગુજરાતમાં જન્માષ્ટમીથી મેઘરાજા મહેરબાન થયા છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ધરતીપુત્રોની પાક નિષ્ફળ જવાની ચિંતા ટળી ગઈ છે અને પીવાના પાણીનું સંકટ પણ ટળ્યું છે. આ દરમિયાન ગુજરાતના જાણીતા અખબારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે.
ગુજરાતના જાણીતા અખબારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, હિંમતનગર, કડી, બહુચરાજી સહિતના ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડશે, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે. 13 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં 7 થી 10 સપ્ટેમ્બર સુધી કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતના જાણીતા અખબારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, વડોદરામાં હાલમાં વરસાદ ચાલુ રહેશે પણ 6 થી 10 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હજુ પણ આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી આગામી બે દિવસ ધોધમાર વરસાદ વરસી શકે છે. જેમાં એક સિસ્ટમ પોરબંદર, સુરત થઈને જલગાંવ, મછીપટ્ટનમ થઈને બંગાળની ખાડી સુખી ચોમાસુ ટ્રોફ થઈ રહ્યું છે. તો બીજી સિસ્ટમ દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન જે દક્ષિણ-પશ્ચિમ તરફ એટલે કે સૌરાષ્ટ્ર તરફ ખસી રહ્યું છે. તો ત્રીજી સિસ્ટમ હવામના ચક્રાકાર ગતિથી દક્ષિણ ગુજરાત અને આસપાસના ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન પર હવાનું નીચુ દબાણ સર્જાયુ હોવાથી રાજ્યમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં વરસશે મૂશળધાર વરસાદ. તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસશે ધોધમાર વરસાદ.ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડશે.