લુણાવાડાઃ લુણાવાડા તાલુકાના ટીંટોઈ ગામમાં યુવતીને યુવક સાથે શરીર સંબંધ બંધાયા હતા. બંને પિતાના મિત્ર એના બે ભાઈના ખેતરમાં મળીને શરીર સુખ માણતાં હતાં. પિતાના મિત્રોને આ વાતની જાણ થતાં તેમણે યુવતીના પિતાને જાણ કરી હતી. પિતાએ આ સંબંધના કારણે સમાજમાં બદનામી થવાના ડરે બંને મિત્રો સાથે મળીને યુવકની હત્યા કરી નાંખી હતી. યુવકની લાશ મળતાં પોલીસે તપાસ શરૂ કરી હતી ને હત્યાનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, યુવતીના પિતાએ પોતાના બે મિત્રો સાથે મળી દીકરીના પ્રેમીને કરંટ આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ લાશને અવાવરૂ કૂવામાં નાખી દીધી હતી.
આ ઘટનાની વિગત એવી છે કે, લુણાવાડા તાલુકાના ટીંટોઈ ગામની સીમના એક અવાવરૂ કુવામાંથી 24 ઓગસ્ટના રોજ એક યુવકની લાશ મળી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલતાં શરીર પર ઈજાના નિશાન મળી આવ્યાં હતાં. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. તપાસમાં મૃતદેહ શૈલેન્દ્ર બારીયા નામના યુવકનો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે તપાસ કરતાં ખબર પડી કે, હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે. ટીંટોઈ ગામમાં રહેતા બળવંતસિંહ બારીયાની દીકરીને ગામના જ શૈલેન્દ્ર બારીયા સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો. બંને પ્રેમી પંખીડા અવાર નવાર ગામના ભુપેન્દ્રસિંહ બારીયા અને ભારતસિંહ બારીયાના ખેતરમાં મળતાં હતાં ને શરીર સુખ માણતાં હતાં.
આ વાતની જાણ ખેતર માલિકોને થતાં તેમણે પોતાના મિત્ર એવા યુવતીના પિતાને જાણ કરી હતી. યુવતીના પિતાએ સમાજમાં બદનામી થવાની વાત ત્રણેયે ભેગા મળીને યુવકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. યુવતીના પિતા બળવંતસિંહ બારીયા અને તેમના બે મિત્ર ભુપેન્દ્રસિંહ બારીયા તથા ભારતસિંહ બારીયાએ જે જગ્યા પર પ્રેમી પંખીડા મળતાં હતા તે સ્થળે તારની વાડમાં કરંટ મુકી દીધો.
પ્રેમી પંખીડાંએ નક્કી કર્યા પ્રમાણે પ્રેમી યુવક યુવતી સાથે શરીર સુખ માણવા આવતાં જેવો તારની વાડને અટકતાં કરંટથી તેનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ ત્રણેય જણે યુવકની લાશને ખેતરથી 1 કિમી દુર એક અવાવરૂ કુવામાં નાખી દીધી હતી. પોલીસે મુખ્ય આરોપી પિતા બળવંતસિંહ બારીયા, મદદગાર ખેતર માલિક ભુપેન્દ્રસિંહ બારીયા તથા ભારતસિંહ બારીયાની ધરપકડ કરી તેમની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.