ભુજ: કચ્છના રવાપર પાસે માતાના મઢ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તુફાન જીપ અને કાર વચ્ચે અકસ્માત થતા બે લોકોના મોત થયા છે જ્યારે અન્ય 10 લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ એક કિમી સુધી રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.


અકસ્માતની જાણ થતા દયાપર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી સમગ્ર અકસ્માતને લઈ તપાસ શરૂ કરી છે. રોડ પર અકસ્માત સર્જાતા મોટી સંખ્યમાં લોકો એકઠા થયા હતા. ગંભીર રીતે ગાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.