વડોદરાઃ અમરેલીના બગસરામાં દીપડાએ કહેર વર્તાવ્યા બાદ વનવિભાગે ઠાર કર્યો હતો. તેમ છતાં હજુ પંથકમાં દીપડાની દહેશત છે. વડોદરાના નિઝામપુરા અતિથિગૃહ ખાતે સમસ્ત વસાવા સમાજનો સ્નેહ સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય વનમંત્રી ગણપતભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે કહ્યું, બધા જ પ્રકારના પશુ પક્ષી ગુજરાતમાં છે. એશિયાટિક લાયન માત્ર ગુજરાત પાસે જ છે. દીપડાની સખ્યા 1400 જેટલી છે. દીપડાને કંટ્રોલ કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. પકડાયેલા માનવભક્ષી દીપડાને સફારી પાર્કમાં રાખવામાં આવશે. સુરત માંડવી અને ડાંગ જિલ્લાના સફારી પાર્કમાં તેમને રાખવામાં આવશે.
થોડા દિવસો પહેલા જાહેર થયેલા આકંડા પ્રમાણે, વર્ષ 2006માં થયેલી વસતિ ગણતરી મુજબ દીપડાઓની સંખ્યા 1070 હતી. જે 2016મં વધીને 1395 થઈ હતી. હાલ દીપડાની વસતિ અંદાજે 1500 પહોંચી ગઈ છે. જ્યારે દીપડાઓના હુમલાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 500 ટકાનો વધારો થયો છે.
ગુજરાતમાં દીપડાઓની વધતી સંખ્યા વિષે વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં 30 ટકા દીપડાઓ વધ્યા છે. વર્ષ 2006માં થયેલી વસતિ ગણતરી મુજબ 1070 દીપડાઓ હતા, જે વર્ષ 2011માં 1160 થયા હતા. ત્યાર બાદ 2016માં દીપડાઓની સંખ્યા 20.25 ટકા વધીને 1395એ પહોંચી હતી. આમ એક દાયકામાં દીપડાઓની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો હતો.કુલ દીપડાઓમાં 34 ટકા દીપડાઓ એટલે કે આશરે 470થી વધુ માનવ વસતિની આસપાસ વસવાટ કરે છે. દીપડો હિંસક પ્રાણી હોવાથી દીપડાનો વસતિ વધારો હાલ ખેડૂતો, રાજ્ય સરકાર અને વન વિભાગ માટે ચિંતાજનક સાબિત થઈ રહ્યો છે.
બોટાદમાં કોંગ્રેસને લાગ્યો મોટો ફટકો, જિલ્લા પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.એમ. પટેલ જોડાયા ભાજપમાં
કર્ણાટકઃ પેજાવર મઠના પ્રમુખ વિશ્વેશ તીર્થ સ્વામીનું નિધન, ઉમા ભારતીએ સ્વામી પાસેથી લીધી હતી સંન્યાસ દીક્ષા