Kutch road accident: કચ્છ જિલ્લાના ભુજ-મુન્દ્રા રોડ પર કેરા ગામ નજીક એક હૃદયદ્રાવક ઘટનામાં, એક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 24 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ કરૂણ ઘટના બપોરના સમયે બની હતી, જ્યારે એક કન્ટેનર દ્વારા ઓવરટેક કરવાની કોશિશમાં બસ અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ ખુરદો બોલી ગયો હતો.


અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. ઘાયલોમાં ચાર લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ગોઝારી ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.


અકસ્માતમાં મૃત્યુ પામેલા દુર્ભાગી વ્યક્તિઓની યાદી નીચે મુજબ છે:



  1. આશિફ ફરીકમામદ માજોઠી (ઉં.વ. 22, રહે. ભુજ)

  2. સાલે સચુ રાયશી (ઉં.વ. 24, રહે. ભીંરડીયારા)

  3. કુલસુમબહેન મામદહુશેન સમા (ઉં.વ. 50, રહે. મુંદ્રા)

  4. શાહ આલમ ગુલામ મહંમદ (ઉં.વ. 36, રહે. ઉત્તરપ્રદેશ)

  5. સોખરનદાસ બંસીધર જ્હોન (ઉં.વ. 73, રહે. મુંદ્રા)


અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિઓની યાદી નીચે મુજબ છે:



  1. તનવી સચીન જૈન (ઉં.વ. 1, રહે. સમાઘોઘા)

  2. ફરદીન સદ્દામ કુરેશી (ઉં.વ. 9, રહે. ટીંબા, મુંદ્રા)

  3. મોહમદ ફરહાન (ઉં.વ. 10, રહે. ટીંબા, મુંદ્રા)

  4. લતાબહેન (ઉં.વ. 22, રહે. સમાઘોઘા)

  5. આશિયાના મહેબુબ ભટ્ટી (ઉં.વ. 24, રહે. લાખાસર)

  6. દિયાબહેન સચીન જૈન (ઉં.વ. 30. રહે. સમાઘોઘા)

  7. હાસમ હિંગોરા (ઉં.વ. 35, રહે. ભારપર)

  8. લીલાબહેન ખીમજી મહેશ્વરી (ઉં.વ. 35)

  9. રઝાક અધાભા ઘોઘા (ઉં.વ. 35, રહે. લોરીયા, ભુજ)

  10. હેતલબહેન રમેશભાઈ (ઉં.વ. 38, રહે. ભુજ)

  11. સલમા ફકીરમામદ સુમરા (ઉં.વ. 45, રહે. મુંદ્રા)

  12. મોહમદ હોસ મોહમદ ભટ્ટી (ઉં.વ. 50, રહે. લાખાસર)

  13. નજમા ઓસમાણ ભટ્ટી (ઉં.વ. 50, રહે. લાખાસર)

  14. હોશ મામદ તારમામદ ભટ્ટી (ઉં.વ. 50, રહે. લાખાસર)

  15. લક્ષ્મીબહેન શામજી મહેશ્વરી (ઉં.વ. 52, રહે. કેરા, ભુજ)

  16. મોહમદ ઈસ્માઈલ (ઉં.વ. 55)

  17. મામદહુશેન સમા (ઉં.વ. 55, રહે. મુંદ્રા)

  18. જનસસિંહ બંસીદાન રાજપૂત (ઉં.વ. 56, રહે. મુંદ્રા)

  19. ગીતાબહેન રમેશભાઈ મહેતા (ઉં.વ. 59, રહે. ભુજ)

  20. નુરહસન (ઉં.વ. 60)

  21. નાજીયા હાશન (રહે. આબુરોડ રાજસ્થાન)

  22. ભાનુબહેન


આ પણ વાંચો....


રાક્ષસ બન્યા સાસરિયાં: દહેજ માટે પરિણીતાને ભૂસાના ઢગલામાં જીવતી સળગાવી દીધી