ભૂજઃ કચ્છમાં ભૂકંપના સતત આંચકા આવી રહ્યાં છે અને બુધવારે બપોર પછી કુલ પાંચ આંચકા આવતાં લોકોમાં ફફડાટ વધી ગયો છે. કચ્છમાં બુધવારે બપોરે 4.1ની તીવ્રતાનો મોટા આંચકો આવ્યા બાદ બીજા આંચકા ચાલુ જ રહ્યા છે અને બુધવાર બપોર બાદ કચ્છમાં સાગમટે પાંચ આંચકા અનુભવાયા છે. કચ્છમાં 24 કલાકમાં ભૂકંપના જે 5 આંચકા આવ્યા છે તે કચ્છના દુધઈ, દુદઈ, રાપર અને ભચાઉમાં આંચકા અનુભવાયા છે.
ગઈકાલે કચ્છમાં બપોરે પહેલો આંચકો 4.1ની તીવ્રતાનો અનુભવાયો હતો. આ મોટા આંચકા બાદ વધુ રીક્ટર સ્કેલ પર 1.6, 2.5, 1.2 અને 1.9ની તીવ્રતાન આંચકા આવ્યા હતા.
રાત્રે 9.15વાગે 1.6 તીવ્રતાનો આંચકો ભચાઉથી 9 કિ.મી દૂર ,રાત્રે 11.07 વાગે 2.5 ની તીવ્રતાનો આંચકો રાપરથી 18 કિ.મી દૂર, વહેલી સવારે 2.53 કલાકે 1.2 ની તીવ્રતાનો આંચકો દુધઈથી 17 કિમી દૂર, સવારે 5.21 વાગે 1.9ની તીવ્રતાનો આંચકો દુધઈ 18 કિમી દૂર આવ્યો હતો. આમ કચ્છમાં અનુભવાયેલા પાંચ આંચકામાંથીથી ત્રણ આંચકા દૂધઈ વિસ્તારની આસપાસ આવ્યા છે.
કચ્છમાં બુધવાર બપોર પછી ભૂકંપના 5 આંચકા આવતાં ફફડાટ, જાણો ક્યાં આવ્યા આ આંચકા અને કેટલી હતી તીવ્રતા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Sep 2020 09:36 AM (IST)
કચ્છમાં 24 કલાકમાં ભૂકંપના જે 5 આંચકા આવ્યા છે તે કચ્છના દુધઈ, દુદઈ, રાપર અને ભચાઉમાં આંચકા અનુભવાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -