માંડવીઃ કચ્છમાં યુવકે પોતાની પત્ની અને 3 દીકરીઓની હત્યા કરી નાંખતા નાના એવા ગામમાં સોપો પડી ગયો છે. માંડવીના જખણીયા ગામમાં એક જ પરિવારના 4 સભ્યોની હત્યા કરી પતિ હાલ તો ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
આ અંગેની મળતી વિગતો પ્રમાણે માંડવી તાલુકાના જખણીયા ગામે આરોપી જખુભાઈ ઉર્ફે શીવજી પાચાણે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ત્રણેય દીકરીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જ્યારે પત્નીને ઝેર આપી દીધું હતું. પરિવારના ચારેય સભ્યોની હત્યા પછી આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે, હત્યા કેમ કરવામાં આવી તે હજુ જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી હત્યાનું કારણ જાણવા મળી શકે છે. આરોપી પત્ની ભાવનાબેન, ત્રણ દીકરીઓ ધુપ્તી(ઉ.વ.10), કીંજલ (ઉં.વ.5) અને ધર્મિષ્ટા (ઉં.વ. 2)ની હત્યા કરીને ફરાર થઈ ગયો છે.
પરિવારના મોભી જખુભાઈએ પહેલા તેની પત્નીને પરાણે ઝેરી દવા પીવડાવી દીધી હતી. પત્નીએ બૂમાબૂમ કરતા ગામના લોકોએ ભાવનાબેનને સારવાર માટે હૉસ્પિટલ ખસેડી હતી. બીજુ તરફ આરોપીએ ત્રણ દીકરીઓની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી હતી. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આજે સવારે 10 વાગ્યાની આસપાસ જખુભાઈએ પત્નીને પરાણે દવા પીવડાવી દીધી હતી. આ સમયે બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. મહિલાએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે ખસેડી હતી. જોકે, તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
પત્ની ભાવનાબેનને હોસ્પપિટલે ત્રણ ત્રણ દીકરીઓની હત્યા કરીને તે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. પોલીસે વિવિધ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
કચ્છઃ ઘરના જ મોભીએ પરિવારના ચાર સભ્યોની હત્યાને કેવી રીતે આપ્યો અંજામ? નાના એવા ગામમાં પડી ગયો સોપો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Oct 2020 04:57 PM (IST)
માંડવી તાલુકાના જખણીયા ગામે આરોપી જખુભાઈ ઉર્ફે શીવજી પાચાણે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ત્રણેય દીકરીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જ્યારે પત્નીને ઝેર આપી દીધું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -