કચ્છ: કાપડ બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર ફાયટરનો કાફલો ઘટના સ્થળે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Oct 2016 03:30 PM (IST)
કચ્છ: આજકાલ આગ લાગવાના અનેક બનાવો બને છે, ત્યારે કચ્છમાં કાપડની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, આજે કચ્છમાં કાપડની કંપનીમાં આગ લાગતા સ્થાનિકો અને કંપનીમાં અફડા તફડી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં તાબડતોડ તૈયારી સાથે ફાયર ફાઈટરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે. જો કે હજી સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. જ્યારે કાપડની કંપનીમાં આગ ક્યાં કારણોસર લાગી તેનું કારણ જાણવા મળ્યું નથી.