કચ્છઃ સુખપરના યુવકને હનિટ્રેપમાં ફસાવી તોડ કરવાના મામલે મોટો ધડાકો થયો છે. નકલી પોલીસ બની ઉગ્રવામાં આવેલ 12થી 16 લાખ રૂપિયાનો ભેદ ઉકેલાયો છે. સુખપરના યુવક પાસેથી નકલી પોલીસ બનીને 12થી16લાખ રૂપિયા પડાવવા મુદ્દે ભુજના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. નકલી પોલીસ ગેંગનું ચોંકાવનારું કારનામું સામે આવ્યું છે. 


સુખપરના યુવકને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તબક્કાવાર 12 થી 16 લાખ જેટલી માતબર રકમ પડાવી લેવાના કિસ્સામાં માનકુવા પોલીસે ભુજના એક યુવકને ઝડપી પાડ્યો છે. સુખપરના યુવકને હની ટ્રેપ કરી ૮ જણની ગેંગે ૧૨ લાખ મેળવ્યાં ને પછી ૧૬ લાખ માંગ્યા હતા. દુષ્કર્મ કેસમાં ફસાવવાનો ડર બતાવી આરોપી ટોળકીએ પોલીસના નામે ઠગાઇ કરી હતી.


 આરોપીના રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેમજ તેની સાથેના સાગરીતો અંગે પોલીસે પુછપરછ હાથ ધરી છે. માનકુવા પોલીસે ભુજની રાવલવાડી ખાતે રહેતા પરેશ રમેશ ગોહિલ નામના યુવકને ઝડપી લીધો છે. આરોપીઓએ યુવકને માધાપર ખાતે એક યુવતીનો સંપર્ક કરાવ્યો હતો. અને પૂર્વ પ્લાન મુજબ દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને પોલીસની ખોટી ઓળખ આપીને મારકુટ કરી અલગ અલગ સમયે રૂપિયા 12 લાખ 16 હજાર પડાવી લીધા હતા.


પોલીસે ચાર મહિલા અને 4 પૂરૂષો વિરૂધ ગુનો નોંધી તપાસ તેજ કરી હતી. માનકુવા પોલીસે ભુજની રાવલવાડી વિસ્તારમાં રહેતા પરેશ રમેશભાઇ ગોહિલની ધરપકડ કરી લીધી હતી. આરોપી સાથે ચીટીંગમાં રહેલા અન્ય સભ્યોની વિગતો જાણવા રિમાન્ડની માગણી સાથે ભુજ કોર્ટમાં રજુ કર્યો હતો. અદાલતે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કરતાં પોલીસે ઠગાઇના કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓનો તાગ મેળવવા અને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.