ગાંધીનગરઃ રાજ્યના મહાનગરોમાં માતૃભાષા વધારવાનો અદભૂત પ્રયાસ ગુજરાત સરકારે કર્યો છે. ગુજરાતી ભાષાને વધુ પ્રાધાન્ય આપવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે આવકારદાયક નિર્ણય કર્યો હતો. મહાનગરોમાં જાહેર સ્થળો પરના બોર્ડ ગુજરાતીમાં લખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મહાનગરો અને સરકારી કચેરીના બોર્ડ ગુજરાતીમાં ફરજિયાત લખવાનો આદેશ કરાયો છે. યુવા અને સાંસ્કૃતિક વિભાગે આ અંગેનો ઠરાવ કર્યો હતો.
સરકારે આદેશ કર્યો હતો કે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં ગુજરાતીમાં લખાણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સાર્વજનિક સ્થળો પર સૂચના, જાણકારી, દિશાનિર્દેશ ગુજરાતીમાં ફરજિયાત લખવા પડશે. મહાનગરોની સરકારી કચેરીઓ અને ખાનગી માલિકનીના સાર્વજનિક સ્થળો પર ગુજરાતી ફરજિયાત કરવામાં આવશે. માતૃભાષાને પ્રાધાન્ય આપવાનો રાજ્યના યુવા અને સાંસ્કૃતિક વિભાગે આવકારદાયક નિર્ણય લીધો છે.
મહાનગરોમાં લાગનારા બોર્ડ, સૂચના અને તમામ માહિતી માતૃભાષામાં આપવામાં આવશે. સરકારી કંપની, હોટલ, સ્કૂલ, મોલના બોર્ડ ગુજરાતીમાં લખવા આદેશ કરાયો છે. નાટ્યગૃહ, બેન્ક્વેટ હોલ, બાગબગીચા પર ફરજિયાત ગુજરાતીમાં લખાણ લખવું પડશે. માતૃભાષા દિવસ અગાઉ જ ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. 21 ફેબ્રુઆરી માતૃભાષા દિવસને સરકારના પ્રયાસથી મોટું સન્માન મળ્યું છે. નાટ્યગૃહ, હોલ, બાગબગીચા પર ફરજિયાત ગુજરાતીમાં લખાણ લખવુ પડશે. રેસ્ટોરન્ટ, કાફે પર ફરજિયાત ગુજરાતીમાં લખાણ લખવું પડશે.
જલદીથી કરી દો આ કામ, નહીં તો આ વખતે PM Kisan Samman Nidhiનો હપ્તો નહીં પડે તમારા ખાતામાં, જાણો શું કરવાનુ છે....
અમદાવાદીઓ માટે સારા સમાચારઃ હવે કોર્પોરેશન આ લોકોને આપશે વધુ 10 ટકાની ટેક્સમાં રાહત
WhatsAppમાં તમારા મેસેજને બનાવવા છે સ્ટાઇલિશ તો ફટાફટ ફોલો કરો આ ટિપ્સ, શીખો આ Hidden Feature વિશે.........
અમેરિકા જવાની લાલચ પડી ભારેઃ યુવતી પાસેથી 2.74 લાખ પડાવી લીધા, એજન્ટોએ કોલકાત્તા લઈ ગયા ને પછી તો જે કર્યું તે વાંચીને ચોંકી જશો