કચ્છઃ રાજ્યમાં ફરી એકવાર શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, કચ્છના નખત્રાણાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીવન ઝારીયાની કથિત ઓડિયોક્લિપ વાયરલ થઈ છે.  શિક્ષકો પાસે છૂટ્ટા કરવા  માટે ટીપીઓએ રૂપિયાની માગણી કરતો હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.  કચ્છના નખત્રાણા તાલુકાના ટીપીઓએ જીવન ઝારીયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં અરલના શિક્ષણ જિલ્લા ફેર બદલીમાં છૂટ્ટા થવા ગયા હતા. જેમાં પાસેથી ટીપીઓએ જીવન ઝારીયાએ પાંચ હજારની માંગ કરી હતી અને ત્રણ હજાર રૂપિયા લીધા હતા.


કચ્છ જિલ્લાના શિક્ષકોએ આ મામલે તાત્કાલિક યોગ્ય તપાસ કરીને જરૂરી પગલા લેવાની માંગ કરી છે. તો જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જણાવ્યું કે સરકાર જ્યારે 100 ટકા શિક્ષકોને છૂટ્ટા કરવાનો હુકમ કરે છે ત્યારે પૈસા લેવામાં આવે તે નિંદનિય છે. એબીપી અસ્મિતાની ટીમે પણ નખત્રાણાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો કોઇ સંપર્ક થઇ શક્યો નહોતો.


રાજેંદ્રસિંહ ઝાલા કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નાની અરલ કન્યા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જો કે તેમની જિલ્લા ફેરમાં ખેડા તાલુકામાં બદલી થયેલ ત્યારે તેઓ જ્યારે તાલુકા પંચાયતમાં છુટા થવા ગયા ત્યારે ફરજ પર હાજર તાલુકા શિક્ષણાધિકારી જીવન ઝારીયાએ છુટા કરવા માટે લાંચ માગી હોવાનો આરોપ મુક્યો હતો.  જીવન ઝારીયાએ શિક્ષક પાસેથી ચાર હજાર રૂપિયાની માગણી કરી અને ત્યાર બાદમાં ત્રણ હજાર રૂપિયા આપ્યા બાદ તેમને છૂટા કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.


 


યુવાનો માટે ખુશખબર, DRDOમાં વોક-ઈન ઈન્ટરવ્યુના આધારે થશે સિલેક્શન, બસ આ કામ કરવું પડશે


NPCIL માં 90 થી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


અંગુરનું સેવન સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક, આ બીમારીનું જોખમ ટળે છે, આ રીતે સેવન કરવાથી વેઇટ લોસમાં કરે મદદ


Snoring:ઊંઘમાં નસકોરા બોલવાની સમસ્યાથી પરેશાન છો, આ 5 ચીજ કરી શકે છે આપની મદદ