Gujarat Weather:હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ કોઈ સિસ્ટમ  નથી બની જેથી રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે.


હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ કોઈ સિસ્ટમ  નથી બની જેથી રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. ઉપરાંત અમદાવાદમાં આજે  સાંજે વરસાદનો અનુમાન છે. આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાનના અનુમાન મુજબ આજના દિવસે નર્મદા, ડાંગ, નવસારી,દમણ અને દાદરાનગરહવેલીનાં વરસાદનો અનુમાન છે. ઉપરાંત હજુ આજના દિવસે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર રહેશે.પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ગીર સોમનાથ, દ્વારકામાં ભારે વરસાદનો અનુમા છે.


અમદાવાદ,ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગરમાં  આજે સામાન્ય વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. અમદાવાદમાં આજે સાંજે સામાન્ય વરસાદ રહશે તો હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાતી  વરસાદનું જોર ઘટશે. આવતી કાલ થી વરસાદનું જોર ઘટતા રાજ્યમાં છુટછવાયો સામાન્ય વરસાદ રહેશે. ગઇકાલે સૌથી વધુ  વલસાડમાં વરસાદ નોંધાયો. ઉપરાંત નવસારીમાં 215 મિમિ,,જૂનાગઢમાં 165 મિમિ,અમદાવાદ 120મિમિ, ગાંધીનગર 44મિમિ વરસાદ નોંધાયો