ભરૂચઃ સ્વ.અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ટૂંક સમયમાં રાજકારણમાં સક્રિય ભૂમિકામાં દેખાઈ શકે છે. મુમતાઝ પટેલે રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપતાં કહ્યું તક મળી તો ભરૂચમાંથી ચૂંટણી પણ લડીશ. કોંગ્રેસમાંથી રાજકારણમાં પ્રવેશ અંગે હાલ કોઈ સ્પષ્ટતા  નહિ.


કોણ છે મુમતાઝ પટેલ?


સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચૂકેલા અહેમદ પટેલની રાજકીય કારકિર્દી અદ્ભુત હતી. પરંતુ તેમણે પોતાના બાળકોને હંમેશા રાજકારણથી દૂર રાખ્યા હતા. પુત્ર ફૈઝલ પટેલ બિઝનેસમેન છે જ્યારે પુત્રી મુમતાઝ પટેલ લગ્ન બાદ ઘરેલું જીવન જીવી રહી છે. મુમતાઝે બિઝનેસમેન ઈરફાન સિદ્દીકી સાથે લગ્ન કર્યા છે. ઈરફાન સિદ્દીકી વકીલ છે. તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અહેમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્દીકીના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ગુજરાત સ્થિત ફાર્માસ્યુટિકલ ફર્મ અને સ્ટર્લિંગ બાયોટેકની છેતરપિંડીના કેસમાં ઇરફાન વિરુદ્ધ ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઈરફાન સિદ્દીકીએ તાજેતરમાં મની લોન્ડરિંગ કેસમાં નવી દિલ્હીમાં ઈડી ઓફિસમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. મુમતાઝના સસરા એ એ સિદ્દીકી પંજાબની ડીજીપી રહી ચૂક્યા છે.




સાંડેસરા ગ્રુપના કર્મચારીના કહેવા મુજબ, ઈરફાન સિદ્દકી ચેતન સાંડરાના નવી દિલ્હીમાં આવેલા પુષ્પાંજલિ ફાર્મમાં આવતો હતો. જ્યારે ચેતન સાંડેસરા ઈરફાનના વસંત વિહાર સ્થિત બંગલે જતો હતો. ચેતન કથિત રીતે ઈરફાન સિદ્દીકીને મોટી માત્રામાં કેશ સોંપતો હતો.




મુમતાઝે સોશિયલ મીડિયા બાયોમાં શું લખ્યું છે


તેણીના ઇન્સ્ટાગ્રામ બાયોમાં, મુમતાઝ પોતાને રાજકીય રીતે વલણ ધરાવતી, સામાજિક રીતે જાગૃત તરીકે વર્ણવે છે. તેમણે એમ પણ લખ્યું છે કે કોઈ પણ પુસ્તકને તેના કવર દ્વારા ક્યારેય જજ ન કરવું જોઈએ. મુમતાઝ ખૂબ જ સરળ મહિલા છે, પરંતુ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ઘણી બધી બાબતો વિશે ખુલીને લખે છે. ટ્વિટર પર, મુમતાઝે તેના બાયોમાં પોતાને ગૌરવપૂર્ણ પુત્રી, ગૃહિણી, માતા, ગુજ્જુબેન ગણાવી છે.