બગસરાના મુંજીયાસર ગામમાં આ પ્રકારની બીજી ઘટના બની છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. વજુભાઈ ઘનજીભાઇ બોરડ( ઉ 50)વાડીમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો.
મુંજીયાસર ગામમાં આ પ્રકારની બીજી ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મુંજીયાસર ગામના લોકોમા વનતંત્ર સામે રોષ ફેલાયો છે. વન વિભાગ મોડે સુધી ઘટના સ્થળ પર ન પહોંચતા લોકોમા રોષ જોવા મળ્યો હતો.