ગાંધીનગર: દહેગામ તાલુકામાં દીપડાનો આતંકથી લોકો પરેશાન છે. દેહગામના દેગામના કડજોદરા ગામે દિપડો ગામજનો માટે આફત બની ગયો છે. અહીં દીપડાએ  6 લોકો પર હુમલો કરતા ઇજાગ્રસ્ત થયા છે.  છેલ્લા કેટલાક દિવસથી અહીં દીપડાના આટાફેરા વધી ગયા હતા. ગ્રામજનોએ વન વિભાગને આ મુદ્દે જાણ કરી છે. વન વિભાગની ટીમે પણ દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે. આ માટે પાંજરા મૂકવામાં આવ્યા છે. હુમલો કરી દિપડો એરંડાના ખેતરોમાં છુપાયો હોવાની માહિતી  ગ્રામજનો આપી હતી. દીપડાએ 6 લોકો પર હુમલો કરતા દેહગામ તાલુકાના ગામડામાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડો હજુ સુધી  વન વિભાગની ટીમની પહોંચથી દૂર હોવાથી આ પંથકના લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યાં છે.  


તો બીજી તરફ રાજકોટની ભાગોળે આવેલા વાગુદડ ગામ પાસે દીપડો દેખાયો હતો. અહીં બગીચા પાસે જ દીપડાએ મારણ કર્યું હતું. વાગુદડ ગામ ની સીમમાં ખેતર પાસે ભૂંડ પર દીપડો કુંદયો,ખેત મજૂર જોઈ જતા પરિવાર સાથે જીવ બચાવીને ભાગ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ દીપડાની શોધખોળ હાથ ધરી છે. અહી વન વિભાગે પાંજરા મૂકીને દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે. દીપડાના આંટાફેરાની જાણ થતાં આર,એફ.ઓ,ફોરેસ્ટર,ટ્રેકર અને સરપંચ સહિતના લોકો દોડી ગયા હતા અને દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી. રાજકોટના ઉપલેટા તાલુકમાં પણ મોજ નદી આસપાસ દીપડા આવી ચઢ્યો હતો. અહીં અનેક વાર ગ્રામજનોએ દીપડાને જોયો હતો. દીપડાના આ સ્થાનના વીડિયો પણ વાયરલ થયા છે. ઘટનાની જાણ થતાં આ વિસ્તારમાં પણ વન વિભાગે ઠેર ઠેર પાંજરા મૂકીને દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે. 


આ પણ વાંચો
મહેસાણામાં ખનીજ માફિયાના પાપનો પર્દાફાશ, ભૂસ્તરશાસ્ત્રીઓની જાસૂસી કરવા વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યા
ગોંડલમાં આજે નવા જૂનીના એંધાણ, રીબડા ખાતે જયરાજસિંહ જૂથે બોલાવેલ લેઉવા પાટીદારનું સંમેલન મળશે
Rajkot News: રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાની વકીલોને સલાહ- ‘ગદ્દારોને ગોતી લો’
Covid update: શું ફરી માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે? છ મોત અને વધતા કોરોના કેસ પર શું કહે છે નિષ્ણાંતો