ગઢડાઃ રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. તાજેતરમાં અડધાથી ત્રણ ઈંચ વરસાદ ખાબકતા મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યુ છે. હવામાન ખાતાની આગાહી અનુસાર પશ્ચિમ બંગાળના અખાતમાં લો-પ્રેશર સર્જાયું છે અને આ કારણે ગુજરાત સહિત પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં આગામી 27 જુલાઈથી ચાર દિવસ સુધી લાગલગાટ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આ દરમિયાન આજે ગઢડામાં મુશળધાર વરસાદથી લીબાળી ડેમ 12 વર્ષ બાદ 8 ફૂટે ઓવરફ્લો થયો હતો. ગઠડાના લીબાળી, ઈતરીયા, વાવડી સહિતના ગામોમાં 2 થી 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. મુશળધાર વરસાદના કારણે નદી-નાળા છલકાયા હતા. સારા વરસાદના કારણે ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયક્લોનિક સરક્યુલેશનના કારણે આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી 28, 29 અને 30 જુલાઈના ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.
સૌથી વધારે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ ટેસ્ટ ડેબ્યૂ કરનારો પાંચમો ખેલાડી બન્યો જેસન રોય, ટોચ પર છે આ ભારતીય દિગ્ગજ, જાણો વિગત
વર્લ્ડકપ વિજેતા ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં માત્ર કેટલા રનમાં ખખડ્યું ? હરિફ ટીમનું નામ જાણીને ચોંકી જશો
કોંગ્રેસના કયા ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનું યાદ અપાવ્યું ? જાણો વિગત
ગઢડાનો કયો ડેમ 12 વર્ષ બાદ ઓવરફ્લો થયો ? જાણો વિગત
abpasmita.in
Updated at:
24 Jul 2019 08:16 PM (IST)
આજે ગઢડામાં મુશળધાર વરસાદથી લીબાળી ડેમ 12 વર્ષ બાદ 8 ફૂટે ઓવરફ્લો થયો હતો. ગઠડાના લીબાળી, ઈતરીયા, વાવડી સહિતના ગામોમાં 2 થી 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -