રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ નહિંવત રહેશે. છૂટો છવાયો વરસાદ પડવાની હવમાન વિભાગે આગાહી કરી છે. હવે ચોમાસું પૂર્ણ થવાની સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. 6 ઓક્ટોબરથી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે. નવરાત્રીમાં પણ વરસાદ નહીં હોય. સારી વાત એ છે કે રાજ્યમાં વરસાદની ઘટ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે. 2 ટકા વધુ વરસાદ નોંધાયો છે. એમાંય સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો 24 ટકા વધુ વરસાદ વરસ્યો છે. તો વાવાઝોડું શાહીન હવે ગુજરાતના કાંઠેથી 400 કિલોમીટર દૂર છે. માછીમારોને 12 કલાક માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.


મચ્છુ ડેમ 100 ટકા ભરાયો


મોરબી પંથક અને ઉપવાસમાં ધોધમાર વરસાદથી શહેરની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ 100 ટકા ભરાયો છે. ડેમનાં 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવતા મોરબી અને માળિયા તાલુકાનાં ગામોને એલર્ટ કરાયા છે. નવા પાણીની આવકથી મચ્છુ 1 ડેમ બાદ મચ્છુ 2 ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમ સંપુર્ણ ભરાતા શહેરીજનોની પાણી અને સિંચાઇની સમસ્યા હલ થઈ ગઈ છે. ડેમનાં દરવાજા ખોલાતા મોરબી તાલુકાના અમરેલી, ભડીયાદ, ધરમપુર, ગોરખીજડીયા, ગુંગણ, જોધપુર, જુના સાર્દુળકા, લીલાપર, પાનસર, મોરબી, નારણકા, નવા સાર્દુળકા, રવાપર (નદી), રવાપર, ટીંબડી, વનાળિયા અને વજેપર ગામને એલર્ટ પર છે.


તો માળીયા મિયાણા તાલુકાના બહાદુરગઢ, દેરાળા, ફાટસર, હરિપર, જુના નાગડાવાસ, મહેન્દ્રઢ, માળીયા-મિયાણા, મેઘપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખડા, વિરવદરકા, ફતેપર અને અમરનગર ગામોને એલર્ટ કરાયા છે.


ગાંધી જયંતિ પ્રધાન મંત્રીનો સંવાદ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધી જયંતિ નિમિત્તે ગ્રામસભાને સંબોધન કરશે. બનાસકાંઠાનાં પાલનપુર તાલુકાનાં પીપળી ગામનાં લોકોની લોકો સાથે કરશે સંવાદ. પ્રધાનમંત્રી મોદી લોકો સાથે જળ જીવન મિશન અમલીકરણને લઇ કરશે સીધો સંવાદ.


પ્રધાનમંત્રી મોદી ગ્રામજનોને આપશે માર્ગદર્શન. સવારે 11 વાગે યોજનારા સંવાદનું જીવંત પ્રસારણ થશે. પ્રધાન મંત્રીનાં સંબોધનથી લોકોમાં ખુશીની લહેર છે. પીવાના પાણીમાંની સુવિધા,સ્વચ્છતા,સૌચાલય, ગટર લાઈનને લઈને પ્રધાનમંત્રી મોદીએ પીપળી ગામની કરી છે પસંદગી.