લીંબડીઃ આગામી 3 નવેમ્બરે લીંબડી સહિત 8 બેઠકો માટેની વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. લીંબડી બેઠક પર ભાજપે કિરિટસિંહ રાણાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે ચેતન ખાચરને ટિકીટ આપી છે. હવે બંનેએ જીતવા માટે પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. ત્યારે પેટાચૂંટણી પહેલો કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.


આજે લીંબડીમાં ભાજપના પ્રદેશ પ્રમુખની અધ્યક્ષમાં સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કોળી સમાજના આગેવાન અને ધંધુકાના પૂર્વ ધારાસભ્ય લાલજી મેર સહિત કોળી સમાજના 20 આગેવાનો ભાજપમાં જોડાયા હતા અને પ્રદેશ પ્રમુખ ના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. નોંધનીય છે કે, લાલજી મેર જસદણ વિધાનસભાની પેટાચૂંટણી પહેલા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. જોકે, તેમણે ભાજપમાં ઘરવાપસી કરી છે.

આ સંમેલનમાં મંત્રી કુંવરજી બાવળિયા, આર.સી ફળદુ, જિલ્લાના સંસદ સભ્ય મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ સહિત પૂર્વ ધારાસભ્ય અને જિલ્લાના આગેવાનો હાજર રહ્યાં હતાં પાટીલ દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે આ સીટ ઉપર ભાજપના ઉમેદવાર ની જીત નિશ્ચિત છે.

સંમેલનમાં જિલ્લા પંચાયત ભાજપના ચૂંટાયેલ સભ્યો તેમજ ચુડા, લીંબડી, સાયલા, તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના થયેલ કામો ની વાત લોકો સુધી પહોંચાડીને ભાજપના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી હતી.