અમરેલીઃ ધારીના દહીંડા ગામે વહેલી સવારે યુવાન ઉપર સિંહે હુમલો કરી દીધો હતો. ફળિયામાં બાંધેલ ભેંસ ઉપર સિંહે હુમલો કરતા બચાવવા જતા યુવાન ઉપર સિંહે હુમલો કરી દીધો હતો. હાલ સારવાર માટે યુવાનને અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.


સ્થાનિકો દ્વારા વનવિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. વનવિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું છે. સિંહના યુવાન પર હુમલાની ઘટનાથી ફફડાટ વ્યાપી ગયો છે.