કેન્દ્ર સરકારે દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવી દીધું છે. ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ લેવલ કમિટીની બેઠક મળી તેમાં છૂટછાટને લઈને નક્કી કરવામાં આવ્યું હતું. નોકરી-ધંધા બંધ હોવાને કારણે ફસાયેલા લોકો માટા સારા સમાચાર સામે આવ્યા છે. હવે એક શહેરમાંથી બીજા શહેરમાં જવાઈને લઈને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો હતો.

ગુજરાત સરકારે લોકડાઉન 4માં અનેક છૂટછાટો આપી છે. જેને લઈને સોમવાર સાંજે સરકારે ગાઈડલાઈન જાહેર કરી હતી જે આજથી આગુ થશે. વિજય રૂપાણીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પોતાનું વાહન કે ટેક્ષી લઈને લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકશે. જોકે નક્કી કરેલી યાત્રીઓની સંખ્યા પ્રમાણે કોઈ પણ જિલ્લમાં જઈ શકશે.

લોકડાઉન 4માં અપાયેલી છૂટછાટને લઈને સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે. હવે જિલ્લાની કોઈ હદ નહીં નડે, હદ કન્ટેઈનમેન્ટ ઝોન અને નોન કન્ટેઈનમેન્ટ ઝોન જ ગણાશે. આ ઉપરાંત એસટી બસોને પણ શરૂ કરી દેવામાં આવી છે. એકસટી બસ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકશે.