રાજ્યમાં ફરીથી લોકડાઉનની સરકારની કોઈ વિચારણા નથી, સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ અંગે સરકારની સ્પષ્ટતા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Nov 2020 10:28 PM (IST)
ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સરકારે રાત્રી કરર્ફ્યૂ લગાવ્યો છે.
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સરકારે રાત્રી કરર્ફ્યૂ લગાવ્યો છે. તેની વચ્ચે સોશિયલ મીડિયા પર એવો મેસેજ વાયરલ થયો હતો કે સરકાર ફરીથી લોકડાઉન લગાવશે. જોકે સરકારે સ્પષ્ટતા કરી છે કે, ગુજરાતમાં લોકડાઉન નહીં થાય. રાજ્યમાં લોકડાઉન ફરીથી થવાનું છે તેવા જે સમાચારો સોશિયલ મિડિયામાં વાયરલ થયા હતા. રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, આવી કોઈ જ બાબત હાલ રાજ્ય સરકાર તરફથી વિચારણામાં નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ રાજ્યના જે ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી જે કરફયૂ અમલમાં છે તે યથાવત રહેશે. આ સિવાય રાજ્યમાં ક્યાંય પણ લોકડાઉન કે કરફર્યૂની બાબત પણ રાજ્ય સરકારની કોઈ વિચારણામાં નથી. અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે નાગરિકોને સોશિયલ મીડિયામાં ચાલતા આ સમાચારથી ગેરમાર્ગે નહિ દોરાવાની તેમજ આવા પાયા વિહોણા સમાચારો અંગે કોઈ ગભરાટ ન રાખવાની અપીલ કરી છે.