પાલનપુર: બનાસકાંઠાના અનેક ગામડાઓમાં ફરી એકવાર તીડનું આક્રમણ જોવા મળી રહ્યું છે જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વાવ તાલુકાના રાધાનેસડા તેમજ કુંડાળીયા સીમમાં શુક્રવારે ત્રીજી વખત આક્રમણ થતાં ખેડૂતોના પાકોને નુકશાન કર્યું હતું અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
વાવ તાલુકામાં બે વખત તીડનું આક્રમણ થયા બાદ ફરી ત્રીજી વખત વાવના રાધાનેસડા અને કુંડાળીયા ગામની સીમમાં ફરી તીડ આવતાં ખેડૂતોના પાકોને નુકશાન કર્યું હતું.
તીડના અચાનક આક્રમણને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સરકાર દ્વારા હજૂ ખેડૂતોને વળતર પણ અપાયું નથી ત્યાં ફરી તીડનું આક્રમણ થતાં ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.
બનાસકાંઠામાં આ જગ્યાએ ફરી તીડનું આક્રમણ, ખેડૂતોમાં મુશ્કેલીમાં મુકાયા
abpasmita.in
Updated at:
18 Jan 2020 11:11 AM (IST)
વાવ તાલુકામાં બે વખત તીડનું આક્રમણ થયા બાદ ફરી ત્રીજી વખત વાવના રાધાનેસડા અને કુંડાળીયા ગામની સીમમાં ફરી તીડ આવતાં ખેડૂતોના પાકોને નુકશાન કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -