Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી અગાઉ બોટાદમાં આમ આદમી પાર્ટી (આપ)ને મોટો ઝટકો લાગ્યો હતો. મળતી જાણકારી અનુસાર, બોટાદ આપ શહેર પ્રમુખ, બોટાદ આપ સંગઠન મંત્રી,બોટાદ આપ શહેર મહામંત્રી અને બોટાદ મહિલા મોરચાના પ્રમુખ ભાજપમાં સામેલ થઇ ગયા હતા.
બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ તેમજ આગેવનોની હાજરીમાં આપના નેતાઓ ભાજપમાં જોડાયા હતા. આપના શહેર પ્રમુખ કાળુભાઇ રાઠોડ, સંગઠન મંત્રી ઉમેદસિંહ ગોહિલ ,શહેર મહમંત્રી ઓઢભાઈ ધાંધલ ,મહિલા મોરચાના પ્રમુખ પુરીબેન સાકરીયા સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
પીએમ મોદીની વિચારધારા તેમજ લોકોની વધુમાં વધુ સેવા કરીએ તેમજ મોદીના કામમાં જોડાવવાની ભાવના સાથે તેઓ ભાજપમાં જોડાયા હતા. આપના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર હોવા છતાં લોકોના કામ થતા ન હોવાના આક્ષેપ તેઓએ લગાવ્યો હતો.
ભાજપમાં સામેલ થયા બાદ કાળુભાઇ રાઠોડે જણાવ્યું કે મોદી સરકાર દ્ધારા કરવામાં આવતા વિકાસના કામો તેમજ બોટાદમાં આપના ધારાસભ્ય હોય તેમ છતાં વિકાસના કામો થતા ન હોય ત્યારે ભાજપમાં વિકાસના કામ થતા હોય જેને લઈ આજે આમ આદમી પાર્ટી છોડી અમે કેસરિયો ધારણ કર્યો છે. હજુ આગામી દિવસોમાં અન્ય આગેવાનો પણ આપ છોડે તેવા સંકેત પણ તેમણે આપ્યા હતા.
આ આપના આગેવાનો ભાજપમાં જોડાયા
(૧) કાળુભાઈ જીલુભાઈ રાઠોડ (બોટાદ શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ)
(૨) ઓઢભાઇ (બોટાદ શહેર કોંગ્રેસ મહામંત્રી)
(૩) ઉમેદસિંહ ગોહિલ (૧૦૭-બોટાદ વિધાનસભા આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી)
(૪) કિશોરભાઈ કાળુભાઈ ચાવડા (દલવાડી સમાજ આગેવાન અને કોંગ્રેસ કાર્યકર)
(૫) રવિભાઈ કિશોરભાઈ પરમાર (દલવાડી સમાજ આગેવાન અને કોંગ્રેસ કાર્યકર)
(૬) પુરીબેન ભુપતભાઈ સરકરીયા (પૂર્વ બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી મહિલા મોરચા પ્રમુખ)
(૭) મધુબેન ગણેશભાઈ મેમકીયા (બોટાદ શહેર આમ આદમી પાર્ટી મહિલા મોરચા આગેવાન)
(૮) વસનબેન ગોહિલ (બોટાદ શહેર આમ આદમી પાર્ટી મહિલા મોરચા આગેવાન)
(૯) અશોકભાઈ પરસોતમભાઈ મકવાણા (બોટાદ નગરપાલિકા વોર્ડ નંબર:-૧ આમ આદમી પાર્ટી પાર્ટી ઇન્ચાર્જ)
(૧૦) ભરતભાઈ ભુદરભાઈ બાવળીયા (બોટાદ નગરપાલિકા વોર્ડ નંબર:-૨ આમ આદમી પાર્ટી પાર્ટી ઇન્ચાર્જ)