Lok Sabha Election: ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મેદાનમાં ઉતરી ચૂક્યા છે. આગામી 4થી મેએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવવાનું છે, આ પહેલા હવે ગુજરાતમાં ભાજપ ઝંઝાવાતી પ્રચારમાં જોડાયું છે. તાજા રિપોર્ટ પ્રમાણે, આગામી 27મી એપ્રિલથી ભાજપના દિગ્ગજો ગુજરાતમાં ઠેર ઠરે સભાઓ ગજવશે.


મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો પર જીત મેળવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. ભાજપ હવે ગુજરાતમાં તાબડતોડ રેલીઓ કરીને ઝંઝાવતી પ્રચાર શરૂ કરવા જઇ રહ્યુ છે. તે અંતર્ગત ગુજરાતમાં ભાજપ આગામી 27મી એપ્રિલથી ઝંઝાવતી પ્રચારની શરૂઆત કરશે. ખાસ વાત છે કે, પીએન મોદી આગામી 1 અને 2 મેના રોજ ગુજરાતમાં સભા ગજવશે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પીએમ મોદી સભા ગજવશે. આ ઉપરાંત અમિત શાહ 27 એપ્રિલથી 29 એપ્રિલ સુધી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમામ ઝૉનમાં પ્રચંડ પ્રચાર કરશે. અમિત શાહ 27 એપ્રિલે બારડોલીથી પ્રચંડ પ્રચારની શરૂઆત કરશે. આ પછી સૌરાષ્ટ્ર-ઉત્તર, મધ્ય ગુજરાતમાં પણ અમિત શાહ સભાઓ ગજવશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ફરીથી તમામ બેઠકો પર પ્રવાસ કરશે. 


ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત લોકસભામાં ઉમેદવાર બિનહરીફ,  સી.આર.પાટીલે શું કહ્યુ?


ગુજરાતના ઇતિહાસમાં લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર થયા હતા. સુરતથી ચૂંટણી વિના ભાજપ ઉમેદવાર મુકેશ દલાલની જીત થઇ હતી. BSP ઉમેદવાર પ્યારેલાલે ઉમેદવારી પરત ખેંચી હતી. આ સાથે ગુજરાતમાં ઇતિહાસ રચાયો હતો. ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાના બિનહરીફ સાંસદ ચૂંટાયા હતા. પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યાની કલેક્ટરે પુષ્ટી કરી હતી.     


સી.આર.પાટીલે અભિનંદન પાઠવ્યા


સુરત લોકસભા બેઠક પ્રથમ વખત બિનહરીફ જાહેર થઇ હતી. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાયા હતા. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત લોકસભાના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. સુરત લોકસભા બેઠક વગર મતદાને જ સાંસદ મળ્યા હતા. હવે ગુજરાતમાં 25 લોકસભા બેઠક પર ચૂંટણી યોજાશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મુકેશ દલાલને અભિનંદન પાઠવ્યા હતા. પાટીલે  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !!. પાટીલે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.


સુરતમાં ભાજપના ઉમેદવારની જીત પર ગુજરાત ભાજપે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી.  ગુજરાત ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે પ્રચંડ વિજયગાથાનો સુરતથી શુભારંભ. નોંધનીય છે કે કોગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું જ્યારે અન્ય ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. ભાજપના ઉમેદવાર બિનહરીફ થતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. કોગ્રેસ નેતા નૈષધ દેસાઇએ કહ્યું હતું કે આ લોકતંત્રની હત્યા છે.