Lok Saba Elections 2024: ગુજરાતમાં ધીમે ધીમે લોકસભાનો ચૂંટણી પ્રચાર જામી રહ્યો છે. આ દરમાયન બનાસકાંઠામાં પ્રદેશ ભાજપ મંત્રી નવકાબેન પ્રજાપતિએ કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોર પર આકરા પ્રહાર કર્યા છે. ગેનીબેનના ગઢ ભાભરમાં તેમણે ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં ગેનીબેનને મમતા બેનર્જી સાથે સરખાવી તેમણે કહ્યું, કોંગ્રેસના લોકોના લોહીની અંદર ભ્રષ્ટાચાર છે.ચૂંટણી આવે એટલે ગેનીબેન વરરાજા ની જેમ તૈયાર થઈ જાય છે બીજાનો નંબર આવવા દેતા નથી.
નવકાબેન પ્રજાપતિએ ગેનીબેન પર પ્રહાર કરતાં કહ્યું, પાર્ટીનું ફંડ અને રોઈ રોઈને પગે પડીને ફંડ ભેગું કરી અને ફંડ ઘર ભેગું કરવું છે. ગેનીબેનને ખબર છે હું જીતી શકું તેમ નથી છતાં તેઓ લોકોની આંખમાં ધૂળ નાખે છે. ગેનીબેને મિલકતો છુપાવી અને એની કારણે ચાર વખત એફિડેવિટ બદલવું પડ્યું. ગેનીબેનના ત્રણથી ચાર બંગલા છે અને પ્રોપર્ટી છે. ગેનીબેન ગરીબ હોવાનો ઢોંગ કરીને બનાસકાંઠાની જનતાને ગુમરાહ કરી રહ્યા છે.
પાલનપુર કલેક્ટર કચેરીએ સોગંદનામું રજૂ કર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, ત્રણ-ત્રણ વકીલો રાખીને મારૂ ઉમેદવારી પત્ર રદ થાય તેવો પ્રયાસો કરવામાં આવ્યા છે, આ ભાજપની માનસિકતા છે. જેમણે જનાદેશ ગુમાવી દીધો છે. મારા સોગંધનામાની અંદર મિલકતની કિંમતમાં ભૂલો કાઢી હતી. જેમાં મારી વર્ષ 2007થી 2024ની મિલકતનું એફિડેવિટ સરખું જ છે. સરકારે લોકોનું શોષણ કરવા માટે જંત્રીઓ વધારી એટેલે વેલ્યુએશન વધારે બતાવે એટલે સુધારો કરવો પડે. વેલ્યુએશન અને જંત્રી વધારવાનું કામ સરકારનું છે. એટલે અમે જંત્રી પ્રમાણે મિલકતની કિંમતમાં વધારો કર્યો છે. તો અમે એ પ્રમાણે એફિડેવિટ કર્યું છે.' પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાએ ગેનીબેન ઠાકોર આરોપ લગાવતા કહ્યું કે,'નીબેનને ચાર વખત સોગંદનામું શા માટે કરાવવું પડ્યું કઈ વસ્તુ તેમને છુપાવવી હતી. ગઈ વખતે તેઓ ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમની જે પ્રોપર્ટી હતી તેમાં તેમને પ્રોપર્ટી નીલ બતાવી હતી. જો કે, હાલમાં તેમને એફિડેવિટ કર્યું તેમાં તેમને 40 વિઘા જમીન બતાવી છે. એ પ્રચાર કરે છે તેમાં એમ બોલે છે કે મારી પાસે ત્રણ વીધા જમીન છે, તો આ 40 વિઘા જમીન એમની પાસે ક્યાંથી આવી. આ અમે નથી બોલતા તેમનું એફિડેવિટ બોલે છે.
આ પણ વાંચોઃ
જાણો કોણ છે મુકેશ દલાલ? જેમણે લોકસભા ચૂંટણીમાં મતદાન પહેલા જ જીત હાંસલ કરી