અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારેથી અતિભારે વરસાદના કારણે ખેડૂતોના પાકનો સફાયો થઈ ગયો છે. આ ઉપરાંત વરસાદના કારણે કેટલાક વિસ્તારો જળમગ્ન પણ બન્યા છે. બંગાળની ખાડીમાં જે લૉ પ્રેશર સર્જાયા બાદ સિસ્ટમ બની હતી તે પાકિસ્તાન તરફ ફંટાઈ ગઈ છે. જેના પગલે હવે આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નથી.
ગુજરાતમાં ચોમાસાની વિદાયને હજુ પણ એક મહિનો બાકી છે એટલે આ દિવસોમાં જો નવી સિસ્ટમ બનશે તો ફરીથી વરસાદ પડશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. ભારે વરસાદને પગલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ખેડૂતોનો ઊભો પાક ધોવાયો છે. એટલું જ નહીં ખેતરોમાં સતત પાણી ભરાયેલા હોવાથી પાકને ખૂબ નુકસાન થયું છે. ગુજરાતમાં બુધવારથી વરસાદનું જોર ઘટશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 121 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી વધારે સરેરાશ વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં આ વર્ષે સરેરાશ 255 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 104 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 88.50 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 163 ટકા વરસાદ પડ્યો છે.
રાજુલાના ધારેશ્વર ગામના ચેકડેમમાં ન્હાવા જતાં બે યુવકો ડૂબ્યા, જાણો વિગતે
ઉત્તરપ્રદેશમાં વીકેન્ડ લોકડાઉન ખતમ, માત્ર રવિવારે રહેશે સંપૂર્ણ તાળાબંધી
ખેડૂતો અને રાજ્ય માટે રાહતના સમાચાર, વરસાદી સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાતા નહીં પડે ભારે વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Sep 2020 07:05 PM (IST)
ગુજરાતમાં ચોમાસાની વિદાયને હજુ પણ એક મહિનો બાકી છે એટલે આ દિવસોમાં જો નવી સિસ્ટમ બનશે તો ફરીથી વરસાદ પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -