ગાંધીનગરઃ LRD ભરતીમાં મહિલા અનામત મામલે છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા આંદોલનને સમેટવા માટે ગુજરાત સરકારે મહિલા ઉમેદવારો માટેની બેઠકો વધારીને બંને વર્ગની મહિલા ઉમેદવારોનો સમાવેશ કરવાની ફોર્મ્યુલા જાહેર કર્યાં બાદ સોમવારે બિનઅનામત વર્ગની મહિલા ઉમેદવારોનું આંદોલન સમેટાયું ગઈ હતું જોકે અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોએ જીએડીનો ઠરાવ રદ્દ કરવાની માગણી સાથે આંદોલન યથાવત્ રાખ્યું છે.


LRD ભરતી મુદ્દે અનામત અને બિન અનામત વર્ગેના આંદોલનના કારણે સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. જોકે, રાજ્ય સરકારે ગઈકાલે સાંજે વચગાળાનો રસ્તો કાઢ્યો હતો. પરંતુ ગાંધીનગર છાવણીમાં બેઠેલા વિદ્યાર્થિનીઓએ 01-08-2018ના ઠારાવને રદ્દ કરવાની માંગણી સાથે આંદોલન ચાલું રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

બીજી બાજુ બિન અનામત વર્ગે પણ આંદોલન શરૂ રાખવાની ચિમકી ઉચ્ચારી હતી. પરંતુ બિન અનામત વર્ગનું આંદોલન સમેટાયું હોવાનું જાણવા મળ્યું હતું. પાસના નેતા દિનેશ બાંભણિયાએ તેના વિશે સત્તાવાર જાહેરાત કરી હતી.

ડેપ્યૂટી સીએમ નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ બાદ સરકારે LRD ભરતી મુદ્દે વચગાળાનો રસ્તો કાઢ્યો હતો. પરંતુ બન્ને વર્ગોને તે માન્ય નહોતો. સોમવારે આખો દિવસ બેઠકોનો દોર ચાલ્યો હતો. બિન અનામત વર્ગનું આંદોલન સમેટાયું હોવાનું જાણવા મળ્યું હતુ.