NCCના મહાનિદેશક (DG) લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલસિંહ, AVSM, VSMએ વલ્લભ વિદ્યાનગર ખાતે ગ્રૂપ હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી હતી. DGએ NCC પ્રવૃત્તિઓ અને ગુજરાત NCCની વિકાસ યોજનાઓની ચર્ચા કરી હતી.



NCCના DG લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલસિંહ AVSM VSMએ વલ્લભ વિદ્યાનગરમાં ગ્રૂપ હેડક્વાર્ટરની મુલાકાત લીધી


તેમણે ગ્રૂપ કમાન્ડરો, NCC યુનિટના કમાન્ડિંગ ઓફિસર, કેડેટ્સ અને તાલીમ સ્ટાફ સાથે પણ સંવાદ કર્યો હતો. તેમણે કેડેટ્સ અને કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ તેમને સન્માનિત કર્યા હતા.




તેમણે યુવા પેઢી અને સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં ખાસ કરીને સરહદી વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં NCC પ્રવૃત્તિઓના વિકાસ પર ભાર મૂક્યો હતો.