Chhota Udaipur News: છોટા ઉદેપુરના બોડેલીમાં પકડાયેલી નકલી કચેરી અંગે હવે મોટો ખુલાસો સામે આવ્યો છે. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધી બે આરોપીઓની ધરપકડ કરી છે, જેઓનું નામ એક સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદ છે. આ મામલે આજે છોટા ઉદેપુર એસપી ઇમ્તિયાઝ શેખે પ્રેસ કૉન્ફરન્સ કરીને તમામ માહિતી આપી છે. જાણો જિલ્લા એસપીએ સમગ્ર બનાવમાં કામગીરી અંગે શું કહ્યું....


છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની નકલી સરકારી કચેરી મુદ્દે છોટાઉદેપુરના એસપીએ આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને મોટા ખુલાસા અને કામગીરી અંગે માહિતી આપી છે. નકલી સરકારી કચેરીના બનાવમાં અત્યાર સુધી પોલીસે કરેલી કામગીરી અંગે પ્રેસ કરવામાં આવી, છોટાઉદેપુર જિલ્લાના એસપી ઈમ્તિયાઝ શેખએ જણાવ્યુ કે, 26/10/2023ના રોજ પ્રાયોજના વહીવટદારના કર્મચારી દ્વારા ફરિયાદ દાખલ કરાઈ છે, અને આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદની ધરપકડ કરવામાં આવી છે. બંનેની વૉટ્સએપ ચેટના આધારે અબુબકરની ધરપકડ કરવામાં આવી છે. 12 દિવસના રિમાન્ડ મળ્યા હોવાથી હાલ તપાસ ચાલી રહી છે. ભાડે ઓફિસ રાખી હતી જેનું ભાડું અબુબકર સૈયદ ચૂકવતો હતો, અન્ય કોઈ સરકારી કચેરીમાં આવા કામો કર્યા છે કે કેમ તે અંગેની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના એસપી SITના વડપણ હેઠળ SIT તપાસ કરાશે. CDR અને બેન્ક એકાઉન્ટની માહિતી મેળવવામાં આવશે અને તેના આધારે તપાસ થશે. જે એકાઉન્ટમાં 4.15 કરોડ રૂપિયા ચૂકવાયા તે એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યુ છે. એકાઉન્ટ ઘણા સમય પહેલા જ ખાલી કરી દેવામાં આવ્યું છે, તેમાં નાણાં હાલ નથી. સંદીપ રાજપૂત બીકૉમ સુધી ભણ્યો છે અને સરકારી કમો કરતો હતો, જ્યારે અબુબકર સૈયદ 2007થી સરકારી કૉન્ટ્રાકટના કામ કરતો હતો. 


અમદાવાદ કલર મર્ચન્ટ બેન્કનું વધુ એક મોટું કૌભાંડ, નકલી ડૉક્યૂમેન્ટના આધારે એક કરોડની લૉન લેવાઇ


અમદાવાદમાં વધુ એક મોટા બેન્ક કૌભાંડથી સમગ્ર બેન્કિંગ ક્ષેત્ર હલી ગયુ છે, અમદવાદની કલર મર્ચન્ટ બેન્કમાંથી આ મસમોટું કૌભાંડ સામે આવ્યુ છે. અહીં એક કરોડ 3 લાખની લૉન લઇને રૂપિયાને સગેવગે કરાયા છે, આ મામલે હાલમાં બેન્કના મેનેજર, ચેરમેન અને એજન્ટ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 


માહિતી પ્રમાણે, અમદાવાદમાં કલર મર્ચન્ટ બેન્કનું વધુ એક મોટુ કૌભાંડ પ્રકાશમાં આવ્યુ છે. કલર મર્ચન્ટ બેન્કમાંથી ખોટા દસ્તાવેજના આધારે લૉન લેવામાં આવી છે, અને બાદમાં તેના રૂપિયા સગેવગે કરાયા હોવાની વાત સામે આવી છે. આ મામલે બેંકના જનરલ મેનેજર કિન્નર શાહ, ચેરમેન બિમલ પરીખ અને એજન્ટ ચિંતન શાહ અને દિનેશ દેસાઈ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટના એવી છે કે, ફરિયાદીના મકાન પર મોર્ગેજ લૉન લેવામાં આવી હતી, અને બાદમાં મરિયાદીને રૂપિયા ચૂકવવામાં આવ્યા ન હતા, આ સમગ્ર મામલામાં ફરિયાદી અને તેમની પત્નીના નામે લૉન લેવા માટે બનાવટી કંપનીઓ ઉભી કરાઇ હતી, અને આના દ્વારા એક કરોડ ત્રણ લાખની લૉન મેળવવામાં આવી હતી. એટલું જ નહીં ફરિયાદીના નામના બનાવટી આઇટી રિટર્ન અને બીજા કેટલાય દસ્તાવેજો બનાવવામાં આવ્યા અને લૉનના રૂપિયાને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે હાલમાં આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ દાખલ કરીને આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.