Banaskantha : સમગ્ર રાજ્યમાં પશુઓમાં લંપી વાયરસના  કેસોએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે, બનાસકાંઠામાં લંપી વાયરસ વધુ વકર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસના કેસોમાં વધારો થયો છે. મળતી માહિતી મુજબ જિલ્લામાં આજે વધુ 266 પશુઓ સંક્રમિત થયા છે. આ સાથે જિલ્લામાં  લંપી વાયરસથી સંક્રમિત પશુઓનો આંક 844 પર પહોંચ્યો છે. તો અત્યાર સુધીમાં જિલ્લામાં આ જીવલેણ વાયરસને કારણે 15 પશુઓના મોત થયા છે. બનાસકાંઠાના 66 ગામોમાં પશુઓમાં લંપી વાયરસનો કહેર જોવા મળ્યો છે. 


બનાસકાંઠામાં લંપી  વાયરસના વધતા સંક્રમણને લઈ રાજસ્થાનની આવતા પશુ પર રોક લગાવાઈ છે. બનાસકાંઠાની નઅમીરગઢ અને ખોડા બોર્ડર સીલ કરાઈ છે. તંત્ર દ્વારા ચેકિંગ શરુ કરાયું છે. 11 જિલ્લાના પશુઓમાં લંપી  વાયરસ જોવા મળ્યો છે.


સૌરાષ્ટ્રમાં લંપી વાયરસનો કહેર યથાવત
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લંપી  વાયરસ ની કહેર યથાવત છે. સૌરાષ્ટ્ર કચ્છમાં લંપી  વાયરસથી 144 પશુઓના મોત થતા હાહાકાર મચી ગયો છે. સૌરાષ્ટ્ર કચ્છના 536 ગામડાઓમાં લંપી  વાયરસની અસર જોવા મળી છે. ગામડાઓમાં લંપી  વાઇરસના પ્રકોપથી ખેડૂતો અને માલધારીઓ ગભરાટ ફેલાયો છે. 


રાજકોટ જિલ્લાના 26 ગામડામાંથી 172 ગાયમાં લંપીના લક્ષણો જોવા મળ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં અનેક દુધાળા પશુઓ લમ્પી વાયરસની જપટે ચડ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધીમાં 25,900 પશુઓમાં વેક્સિનેશન થયું છે. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા લંપી હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત સહિતના વિભાગોએ વેક્સિનેશન વધારવાની કવાયત હાથ ધરી છે.


બોટાદ જિલ્લામાં લમ્પી વાયરસના 30 કેસ સામે આવ્યા છે. બોટાદ,ગઢડા અને બરવાળામાં દેખાયા પશુમાં કેસો જોવા મળ્યા છે. પશુપાલન વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે.


લંપી  વાયરસથી પશુઓને બચાવવા માટે રાજ્યભરમાં હાલ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છના 536 ગામડાઓમાં લમ્પી વાઇરસની અસર જોવા મળી છે.


લંપી વાયરસના પ્રકોપથી ખેડૂતો અને માલધારીઓ ગભરાટ 
ગુજરાતમાં દૂધાળા પશુઓમાં લંપી વાયરસના પ્રકોપથી ખેડૂતો અને માલધારીઓ ગભરાટ ફેલાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 150થી વધુ પશુઓના આ વાયરસથી મોત થયા છે.


રોગના વાયરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે. જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે. મોઢામાંથી લાળ પડે છે. ત્યારબાદ પશુની ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે.