Banaskantha : બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે જિલ્લામાં સૌથી વધારે ધાનેરાના મગરાવા ગામે કેસ નોંધાયા છે.  માત્ર મગરાવવામાં 450થી વધુ કેસ નોંધાતા ઠેર ઠેર પશુઓના મૃતદેહનો ખડકલો જોવા મળ્યો સરકારી ચોપડે માત્ર 20 મોત થયાની પુષ્ટિ કરાઈ છે ત્યારે પશુપાલકના મતે મુજબ 100થી વધુ પશુઓના મોત થયાનું અનુમાન છે.


બનાસકાંઠા જિલ્લામાં 1610 કેસ
સમગ્ર ગુજરાતમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ લમ્પીના 1610 કેસ નોંધાઈ ચૂક્યા છે. માત્ર ધાનેરાના મગરાવા ગામમાં 450 કેસ નોંધાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ટપોટપ પશુઓના મોતથી પશુપાલકો આર્થિક પાયમાલ થઈ રહ્યા છે, તો બીજી તરફ પશુઓના મોતથી ગામમાં દેહશત જોવા મળી રહી છે. 


ગામમાં પશુઓના મૃતદેહ જોવા મળી રહ્યા છે
ઠેર ઠેર ગામમાં પશુઓના મૃતદેહ જોવા મળી રહ્યા છે જોકે ગ્રામ પંચાયત દ્વારા પશુઓને દફન કરવા માટે  ચરેડામાં મોટા ખાડાઓ ખોદવામાં આવ્યા છે. જે પશુઓના મૃતદેહનો  તાત્કાલિક નિકાલ ન થતા ઠેર ઠેર પશુઓના મૃતદેહના ખડકલા જોવા મળી રહ્યા છે પશુઓના મોતથી ગામમાં દુર્ગંધ અને રોગચાળો ફાટી નીકળવાની ગ્રામજનોમાં ભય જોવા મળી રહ્યો છે. 


સરકારી ચોપડે માત્ર 20 પશુઓના મોત
ધાનેરાના મગરાવા ગામે થઈ રહેલા પશુઓના મોતને લઈને ગ્રામજનો ભયમાં મુકાયા છે સરકારી ચોપડે માત્ર 20 પશુઓના મોતના દાવા થઈ રહ્યા છે ત્યારે પશુપાલકો દ્વારા પશુઓના મોતની સંખ્યા 100ને પાર હોવાનું અનુમાન લગાવ્યું છે.


ચરેડામાં ઠેર ઠેર પશુઓના મૃતદેહના ખડકલા
વાત કરવામાં આવે તો ધાનેરાના મગરાવા ગામે પશુઓના મોત થતા ગામના ચરેડામાં ઠેર ઠેર પશુઓના મૃતદેહના ખડકલા જોવા મળી રહ્યા છે જોકે પશુઓના મૃતદેહ ઠેર ઠેર જોવા મળતા ગ્રામજનો દ્વારા નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ટપોટપ થતા પશુઓના મોતને લઈને ગામમાં દુર્ગંધ અને રોગચાળો ફાટી નીકળવાનો ભય  જોવા મળી રહ્યો છે.