Mahakumbh 2025: ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલા મહાકુંભમાં હવે ગુજરાતીઓ પણ આરામથી જઇ શકશે. ગુજરાત સરકારના એસટી વિભાગે મોટી જાહેરાત કરી છે, તે અંતર્ગત હવે અમદાવાદથી પ્રયાગરાજ સીધી વૉલ્વો બસ દોડાવવામાં આવશે. આ તમામ માટે એક ટૂર પેકેજ રાખવામાં આવ્યુ છે જેમાં 8100 રૂપિયામાં ત્રણ દિવસ અને ચાર રાત્રિ રોકાણનો પ્લાનિંગ કરવામાં આવ્યો છે. આ વૉલ્વો બસ રાણીપ બસ સ્ટેશન પરથી ઉપડશે.
પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભ અંતિમ પડાવ પર પહોંચ્યો છે. અત્યારે દેશ-વિદેશમાંથી અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભ મેળામાં સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ત્યારે હવે ગુજરાત ટૂરિઝમ અને એસટી વિભાગ દ્વારા કુંભમેળા માટે ખાસ બસ દોડાવવાનું આયોજન કરાયું છે. બંને વિભાગે મળી કુંભમેળા માટે ખાસ પેકેજ તૈયાર કર્યું છે. 8100 રૂપિયામાં ત્રણ દિવસ અને ચાર રાત્રિના પ્રવાસ કરાવશે. સોમવારથી દરરોજ અમદાવાદના રાણીપથી પ્રયાગરાજ જવા વોલ્વો બસ ઊપડશે.
8100 રૂપિયાનું મહાકુંભ પેકેજ -
8100 રૂપિયાના પેકેજમાં 3 દિવસ અને 4 રાત્રિનો પ્રવાસ પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં જવા માટે ગુજરાતથી ફ્લાઈટ અને ટ્રેન ચાલી રહી છે. મુસાફરોનો ધસારાને જોતાં એરલાઈન્સ દ્વારા ખાસ ફ્લાઈટ પણ ઓપરેટ કરવામાં આવી રહી છે. હવે ગુજરાત એસટી દ્વારા કુંભમેળા માટે વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. એના માટે ગુજરાત ટૂરિઝમ વિભાગ સાથે મળી પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત ટૂરિઝમ અને GSRTC દ્વારા કુંભમેળા માટે જે ખાસ પેકેજ તૈયાર કરાયું છે એમાં યાત્રિકને રૂ. 8100માં 3 દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ કરાવાશે. પેકેજમાં વોલ્વો બસની મુસાફરી સાથે રહેવાની સુવિધા પણ પૂરી પડાશે. પ્રયાગરાજ ખાતે રાત્રિરોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે.
27 જાન્યુઆરીથી શરૂ થઇ વૉલ્વો બસ
27 જાન્યુઆરીથી અમદાવાદથી દરરોજ વોલ્વો બસ ઊપડશે 27મી જાન્યુઆરી - 2025ને સોમવારથી આ સેવા શરૂ કરવામાં આવશે. પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યાર બાદ દરરોજ સવારે 7 વાગ્યે રાણીપ એસટી ડેપો, અમદાવાદ ખાતેથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે. પ્રયાગરાજ પેકેજનું ઓનલાઇન બુકિંગ તા: 25/01/2025થી એસટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફત કરી શકાશે.
મુસાફરો સૂચનાઓનું ધ્યાન રાખી બુકિંગ કરાવે- હર્ષ સંઘવી રાજ્યના વાહનવ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતથી પ્રયાગરાજનું અંતર લાબું છે. જેથી ટ્રાવેલિંગ દરમિયાન શિવપુરીમાં હોટલમાં એક રાત્રિરોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. જે મુસાફરો બસમાં જવા માગતા હોય તેઓ ટ્રાવેલિંગ ટાઈમ અને અન્ય સૂચનાઓને ધ્યાનમાં રાખી બુકિંગ કરાવે. પેકેજમાં ટ્રાવેલિંગ અને ત્યાં ડોરમેટરીની વ્યવસ્થા રાખવામાં આવી છે.
મહાકુંભ માટે અમદાવાદથી ખાસ ફ્લાઇટ ઓપરેટ કરાશે પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં સામેલ થવા માટે દેશ-વિદેશથી ભક્તોનો પ્રવાહ પ્રયાગરાજ તરફ આવી રહ્યો છે. ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં કુંભમેળામાં સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. મહાકુંભ મેળામાં જવા માટે ભક્તોની સંખ્યામાં વધારો થતાં અમદાવાદથી પ્રયાગરાજની વધુ બે ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. 28મી તારીખથી અમદાવાદથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી અમદાવાદ વચ્ચે ઈન્ડિગો અને અકાસા એરની ખાસ ફ્લાઈટનો પ્રારંભ કરાશે
આ પણ વાંચો
Election: સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં ફોર્મ ભરાવાની આજથી શરુઆત, આ દિવસે થશે મતદાન