શિવભક્તોના આસ્થાનું ધામ ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાતો શિવરાત્રીનો મેળો અને સાધુ બાવાની રવેડીનું ખૂબ જ મહત્વ છે. શિવરાત્રિના પર્વમાં યોજાતા મેળામાં લાખોની સંખ્યામાં લોકો પહોંચે છે. જૂનાગઢ મહાનગરપાલિકાને હજુ સુધી સરકાર તરફથી મેળા અંગે કોઇ સૂચના નથી અપાઇ ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાની તૈયારમાં લાગી ગઇ છે.
નોંધનિય છે કે, 11 માર્ચે શિવરાત્રી છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મેળાની પ્રાથમિક રીતે તૈયારી શરૂ કરી દેવાઇ છે. મહાનગરપાલિકાની તૈયારીનો જોતો ભક્તો આશા સેવી રહ્યાં છે કે, મેળો યોજાશે. રાજ્યમાં વેક્શિનેશન શરૂ થયાની સાથે સરકાર દ્રારા ધોરણ 9થી10નાં વર્ગોને પરવાનગી આપ્યાની સાથે કેટલીક છૂટછાટ અપાઇ રહી છે ત્યારે સરકાર તરફથી મેળાની પણ પરવાનગી મળે તેવા સંકેત જોવાઇ રહ્યાં છે.