અમદાવાદ: આઈડીએસ યોજનામાં 13 હજાર કરોડ રૂપિયા જાહેર કરી ના ભરનાર મહેશ શાહએ મીડિયા સમક્ષ ચોકાવનારો ખુલાસો કર્યો છે.મહેશ શાહે કહ્યું છે કે આ રૂપિયા મારા નથી..અન્યના રૂપિયા મે જાહેર કર્યા છે. સૌથી મોટો ખૂલાસો મહેશ શાહ દ્વારા કરવામાં આવ્યો છે. ઈંકમટેક્ષના અધિકારીઓ થોડીવારમાં મહેશ શાહની પૂછપરછ કરશે.
મહેશ શાહનો ઉપયોગ કાળુનાણું છુપાવવા માટે બિલ્ડરો, રાજકારણીઓ અને અધિકારીઓએ કર્યો હોવાનું અનુમાન છે. હાલ પોલીસે મહેશ શાહની અટકાયત કરી છે.