અમદાવાદ: પીએમ બન્યા પછી મોદીએ ગુજરાતની કમાન પોતાના હાથમાં લીધી છે. મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. 10 ડિસેમ્બરના રોજ બનાસકાંઠાના ડીસા ખાતે કૃષિ અને ડેરી ઉદ્યોગના કાર્યક્રમમાં હાજરી આપશે.
આ અંગે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ડીસામાં કૃષિ અને ડેરી ઉદ્યોગના કાર્યક્રમમાં હાજરી આપશે. મોદી બનાસ ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન તેમજ બનાસકાંઠાને કેશલેસ જિલ્લો જાહેર કરે તેવી શક્યતા છે. મોદીના આગમનને પગલે સુરક્ષાને લઈને ડીસા પોલીસે એરપોર્ટ મેદાન પર ધામા નાખ્યા છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર નરેન્દ્ર મોદી સંસ્કૃતિક નગર વડોદરાની મુલાકાત લીધી હતી. નરેન્દ્ર મોદીના હસ્તે આંતરાષ્ટ્રિય એરપોર્ટની ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જ્યારે દિવ્યાંગ બાળકોને સહાયક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અગાઉ નવસારી ખાતે નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી.