મહિસાગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં આસારામની આરતીનો પર્દાફાશ થયા બાદ હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સરકારી શાળામાં બળાત્કારી આસારામની આરતી મુદ્દે શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે મૌન તોડ્યું હતું. શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું હતું કે આસારામની આરતીની ઘટના ખૂબ જ ખોટી છે. કોર્ટ દ્વારા આસારામને સજા સંભળાવવામાં આવી છે. સરસ્વતી માતા પાસે આસારામનો ફોટો ન મૂકી શકાય. અમે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. જે પણ દોષિત હશે કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા કલેકટરને આ મુદ્દે રિપોર્ટ ફાઈલ કરવાની સૂચના અપાયાનો દાવો કરાયો છે.
મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના જામાપગીના મુવાડા પ્રાથમિક શાળામાં ગઈકાલે માતૃ પિતૃ પૂજન કાર્યક્રમમાં દુષ્કર્મના દોષીત આસારામની પૂજા અને આરતી કરાતા વિવાદ પેદા થયો હતો. શિક્ષકોની હાજરીમાં આસારામના પોસ્ટરની આરતી ઉતારી પૂજા કરાઇ હતી. જ્યારે કડાણા તાલુકાની શાળામાં આજ દિવસે આસારામની પૂજા કરવામાં આવી હતી. આ અંગે જ્યારે આચાર્યને સવાલ કરાયા તો તેમણે આખરે ભૂલ સ્વીકારી હતી.
આ અંગે જામાપગીના મુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ અમારી ભૂલ છે. દુષ્કર્મના દોષીતની પૂજા ન જ થવી જોઈએ અને આગામી સમયમાં આવી ભૂલ ફરીથી નહીં થાય.
આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરત માલીવાડે જણાવ્યું હતું કે આજે સમગ્ર અહેવાલ પ્રકાશિત થયો છે તેને લઈ હાલ તપાસ કરવામાં આવી રહી છે. હું શાળામાં તપાસ કરી નિવેદન લઈ અને બંધ કવરમાં અહેવાલ જિલ્લા શિક્ષણાધિકારીને સોંપીશ અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે મહીસાગર જિલ્લા અન્ય એક કડાણા તાલુકાની શાળામાં પણ દુષ્કર્મના દોષીત આસારામની પૂજા થઈ હોય તેવા ફોટો સામે આવ્યા હતા.
Mahashivratri: મહાશિવરાત્રી નિમિતે સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી
Mahashivratri: આજે પવિત્ર મહાશિવરાત્રીના પર્વ નિમિતે સોમનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો પૂજા અર્ચના કરવા માટે આવી રહ્યા છે. સામાન્ય લોકોની લઈને નેતા અને ઉદ્યોગપતિઓ દાદાના દર્શને આવી રહ્યા છે. સવારથી જ મંદિરમાં ભારે ભીડ જોવા મળી રહી છે. સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દાદાના દર્શને આવ્યા હતા, તો બપોર રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા. શિવરાત્રી નિમિતે સોમનાથ મહાદેવના ખાસ દર્શન અને પૂજન અર્ચન માટે મુકેશ અંબાણી પહોંચ્યા છે. તેમની સાથે તેમનો પુત્ર આકાશ પણ દાદાના દર્શને આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ કોઈ પહેલીવાર નથી જ્યારે અંબાણી પરિવારના સભ્યો સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હોય. આ પહેલા પણ સમયે સમયે અંબાણી પરિવારના સભ્યો દાદાના દર્શને આવતા રહે છે.
મહાશિવરાત્રી પર સોમનાથ દાદાના દર્શને પહોંચેલા વિજય રુપાણીનું મોટું નિવેદન
મહાશિવરાત્રીના પાવન પર્વે દીવસે ભાવિકભક્તોની ભીડ શિવાલયોમાં ઉમટી છે. હર-હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બન્યું છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 સીટ જીતશે તેવું નિવેદન પૂર્વ મુખ્યમંત્રીએ આપ્યું છે.