મહિસાગરઃ મહીસાગરમાં સેશન્સ કોર્ટે પરિણીતાને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર પતિ અને સાસુને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર, મહીસાગર સેશન્સ કોર્ટે પરિણીતાના આત્મહત્યા કેસમાં તેના પતિ પ્રવીણ ડોડીયાર અને સાસુ મણીબેન ડોડીયારને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે આઠ મૌખિક પુરાવા તેમજ 15 દસ્તાવેજી પુરાવાની તપાસ કરી હતી.


સંતરામપુર તાલુકાના સાંગાવાડા ગામે 6 માસ અગાઉ પરિણીતાએ બે બાળકો સાથે કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આ અંગે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં મહિલાના પતિ તેમજ સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

Valsad: વાપીમાં GPCBની કાર્યવાહી, આ મોટી કંપનીને આપી ક્લૉઝર, સાથે એક કરોડનો દંડ પણ ફટકાર્યો, જાણો


Valsad: રાજ્યમાં પ્રદુષણ ફેલાવવી રહેલા સામે GPCB એક્શન મૉડમાં આવી ગઇ છે, હવે વાપીમાં GPCBએ એક મોટી કાર્યવાહી કરી છે, કેમિકલ વેસ્ટ મુદ્દે હેરમ્બા કંપનીને GPCBએ ક્લૉઝર આપી છે, અને સાથે એક એક કરોડનો દંડ પણ ફટાકર્યો છે. 


માહિતી પ્રમાણે, GPCBએ કેમિકલ વેસ્ટના ગેરકાયદે નિકાલ મુદ્દે વાપીની જાણીતી હેરમ્બા કંપનીના બે યૂનિટને ક્લૉઝર આપ્યુ છે, એટલુ જ નહીં GPCBએ પ્રદૂષણ ફેલાવવા બદલ એક-એક કરોડનો દંડ પણ ફટકાર્યો છે. ૨૨.૬૦ મે.ટન કેમિકલ વેસ્ટ ગેરકાયદે નિકાલ કરવા મામલે વાપી જીઆઇડીસીમાં આવેલી હેરમ્બા કંપનીના બે યૂનિટને કલૉઝર મળી છે. આ સાથે જ પ્રત્યેક યૂનિટને એક-એક કરોડનો જંગી દંડ ફટકારતા ઔદ્યોગિક આલમમાં સનસનાટી મચી ગઇ છે.


Rajkot: ફૂડ વિભાગના રાજકોટમાં દરોડા, વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો પકડાયો, જાણો


Rajkot: રાજકોટમાં મનપા એક્શનમાં આવ્યુ છે, મનપાની ફૂડ વિભાગની ટીમે દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે, આ કાર્યવાહી અંતર્ગત આજે શહેરની હેડકી રેસ્ટૉરન્ટમાં અને નાના મોટા વેપારીઓને ત્યાં અચાનક ચેકિંગ હાથ થર્યુ હતુ, જ્યાંથી વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરાયો છે. 


માહિતી પ્રમાણે, રાજકોટ મનપાના ફૂડ વિભાગના રાજકોટમાં ઠેરઠેર દરોડા પડ્યા છે. આ કાર્યવાહીમાં હેડકી રેસ્ટૉરન્ટમાંથી 6 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યા છે, અહીંથી વાસી ફ્રૂટ, પલ્પ અને ફળના કાપેલા ટુકડા મળી આવ્યા હતા, આ ઉપરાંત અલગ અલગ ખાણી-પીણીના વેપારીઓને ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. ટીમે આઈસ્ક્રીમ, શ્રીખંડ અને ચીઝનાં નમૂના લઈ પરીક્ષણ માટે મોકલ્યા છે