Patan: પાટણ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના ઘટી છે, શંખેશ્વર-પંચાસર હાઇવે વહેલી સવારે એક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, અહીં બે લક્ઝરીઓ અને ઇકો કાર સામસામે ટકરાઇ જતા એકનું મોત થઇ ગયુ છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.


માહિતી પ્રમાણે, પાટણ નજીક શંખેશ્વર અને પંચાસર હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં બે લક્ઝરીઓ અને એક ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે, આ અક્સમાતમાં એકનું મોત થયુ છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, આ ઘાયલોને સારવાર અર્થે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જે પરિવારને અકસ્માત નડ્યો છે, તે પઢાર પરિવાર રાજસ્થાનના સુન્ઢામાતાના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બાદ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.


 


Patan: પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળવાને મામલે જાણો શું થયો મોટો ખુલાસો


પાટણ: પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળવાને મામલે  પાટણ એસપી વિશાખા ડબરાલ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી છે.   પીએમ રિપોર્ટ મુજબ આ માનવ અવશેષો યુવતીના  હોવાનું સામે આવ્યું છે.  અવશેષો પર કોઈ ઇજાના નિશાન નહિ હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે.  પીએમ રિપોર્ટ મુજબ હત્યાના કોઈ પુરાવા મળ્યા નથી.  પોલીસ તપાસમાં મળેલ દુપટ્ટો ગુમ થનાર યુવતીનો હોવાનો પરિવારનો સ્વીકાર છે.  પાણીની ટાંકી તરફ જતી યુવતી સીસી ટીવીમાં જોવા મળી  તે ગુમ થનાર યુવતી અંગે પોલીસ તપાસ ચાલુ કરી છે. 21 થી 40 વર્ષની યુવતીના અવશેષો હોવાનું અનુમાન છે.  લાશ પાણીના ટાંકામાં રહેતા ડીકમ્પોઝ થવા પામી.  પાણીની પાઇપ લાઈનમાં લાશ અથડાતા ટુકડા થયાં હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે. માનવ અવષેશો અને ગુમ યુવતીના કેટલાક પુરાવા મળતા આવે છે.  માનવ અવષેશો ગુમ યુવતીના હોવાનું અનુમાન છે.  ગુમ યુવતીના માતા-પિતાના DNA રીપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર ઘટના અંગે રહસ્ય ખુલશે.   









સુરતમાં ફરી હત્યાની ઘટના સામે આવી છે. શહેરના સચિન વિસ્તારની હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. 22 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા ઇસમો દ્વારા યુવકને ચાકુના ઘા મારી હત્યા કરી હતી. ઘટનાની જાણ થતા સચીન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવકનું નામ અક્રમ વસીમ હાસ્મી છે. જૂની અદાવતમાં હત્યા થઈ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.